રાજસ્થાનની રાજકીય સ્થિતિનો લાભ લઈને ફરી એક વખત એવું ચિત્ર ઉપસાવવાની કોશિશ થઈ શકે કે ગાંધી પરિવારના હાથમાં જ કૉન્ગ્રેસ સલામત, એ રીતે પાર્ટીનું સુકાન રાહુલના હાથમાં જાય એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.રાજસ્થાનમાં ૯૦થી વધારે વિધાનસભ્યોના બળવાની કિંમત કદાચ મુખ્ય પ્રધાન અશોક ગેહલોટને ચૂકવવી પડશે.તેમણે કેન્દ્રીય નિરીક્ષક મલ્લિકાર્જુન ખડગેની માફી માગી લીધી હોવા છતાં કૉન્ગ્રેસ માટે શરમજનક સ્થિતિ સર્જવા બદલ ગાંધી પરિવાર તેમનાથી અપસેટ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.જોકે ગાંધી પરિવાર આ સ્થિતિને પણ પોતાની તરફેણમાં કરીને પાર્ટીનું સુકાન રાહુલના હાથમાં જ જાય એવી પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.કૉન્ગ્રેસ પાર્ટીમાં દેશભરમાં એવી ચર્ચા થઈ રહી છે કે અત્યારની સ્થિતિ જોતાં ગેહલોટ કૉન્ગ્રેસના અધ્યક્ષના પદ માટે યોગ્ય ચોઇસ રહેશે કે નહીં, કેમ કે પાર્ટીના આગામી અધ્યક્ષની જવાબદારી તમામ નેતાઓને એક કરીને પાર્ટીને ફરીથી મજબૂત કરવાની છે.અશોક ગેહલોટ પાર્ટીના અધ્યક્ષપદ માટેની ચૂંટણીમાં ગાંધી પરિવારની ચોઇસ હતા.જોકે હવે ગાંધી પરિવાર અન્ય પોતાના માનીતા ઉમેદવારને ઊભા રખાવે એવી પણ શક્યતા છે.એવી પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે આ સ્થિતિનો લાભ લઈને ગાંધી પરિવારના વફાદારો એમ રજૂ કરી શકે છે કે ગાંધી પરિવાર વિના કૉન્ગ્રેસ તૂટી જશે. સીતારામ કેસરી પાર્ટીને નબળી પાડી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી હતી ત્યારે સોનિયા સક્રિય રાજકારણમાં આવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે નેહરુ-ગાંધી પરિવારની પાર્ટીને આ રીતે તૂટતા હું ન જોઈ શકું.હવે રાહુલ ગાંધી એમ જ કહી શકે છે.તેમના હાથમાં પાર્ટીનું સુકાન આવી શકે છે.
આ વખતે ગુજરાતનાં મતદારોએ ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી પસંદગી કરવાની છે.છેલ્લા 32 વર્ષમાં આપની જેમ અન્ય કોઇ પાર્ટીએ ગુજરાતમાં ભાજપને પડકાર્યું નથી.આ અલગ-અલગ મોડલની ટક્કર છે.આપ પોતાના દિલ્હી મોડેલને લાગુ કરવા માટે કટિબદ્ધ છે, તો કોંગ્રેસ રાજયમાં રાજસ્થાન મોડેલની નકલ કરવા માટે ઉત્સુક છે.બીજી બાજુ ભાજપને તેનાં ગુજરાત મોડલ પર પૂર્ણ વિશ્વાસ છે.રાજયમાં આમ આદમી પાર્ટી આવતા હવે રાજયના સમીકરણ બદલાઇ શકે છે. જયાં સુધી ત્રણેય પાર્ટીના ઉમેદવારની યાદી બહાર નથી પડી જતી ત્યાં સુધી કહેવું મુશ્કેલ છે.ગુજરાતમાં પહેલા એવું હતું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસને નુકશાન કરશે પરતું જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે,તેમ સમીકરણો પણ બદલાઇ રહ્યા છે. ત્રિપાંખિયા જંગમાં કોણ જીતશે એ તો હવે ચૂંટણીના આવનાર પરિણામો જ કહેશે.