– ઠાકરે પરિવાર માટે આ સૌથી મોટો આઘાત
એકનાથ શિંદેના બળવા બાદ શિવસેનામાં ભંગાણ પડ્યું છે.શિવસેનાના ઘણા ધારાસભ્યો,કાર્યકર્તાઓ,પૂર્વ પદાધિકારીઓ પણ શિંદે જૂથમાં જોડાયા છે.આ પછી બાળાસાહેબના સહાયક ચંપાસિંહ થાપાએ મુખ્યપ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં શિંદે જૂથમાં પ્રવેશ કર્યો છે.બાળાસાહેબ ઠાકરેનું સૌથી વિશ્વાસુ નામ ચંપાસિંહ થાપા છે.
જો કે ચંપાસિહ થાપાનું શિંદે જૂથમાં જવું રાજકીય ઝટકો નથી,પરંતુ ઠાકરે પરિવારને ફટકો તો પડ્યો છે.ચંપાસિંહ થાપાના શિંદે જૂથમાં પ્રવેશને ભાવનાત્મક રીતે જોવામાં આવી રહ્યું છે, કારણ કે થાપાને બાળાસાહેબનો પડછાયો કહેવામાં આવતો હતો. ચંપાસિંહ થાપાને ઘણા વર્ષોથી બાળાસાહેબના વફાદાર સેવક તરીકે જોવામાં આવતા હતા.ચંપાસિંહ થાપા નેપાળના છે અને 30 વર્ષ પહેલા મુંબઈ આવ્યા હતા.મુંબઈ આવ્યા બાદ તેઓ આજીવિકા માટે નાની-મોટી નોકરી કરતા હતા.મુંબઈમાં કબડ્ડી. ટી. થાપા નામ બહુ મોટું હતું.પછી કે.ટી. થાપા ભાંડુપના કોર્પોરેટર બન્યા.પછી કે.ટી. થાપાની સાથે ચંપાસિંહ થાપા પણ માતોશ્રી આવ્યા અને બાળાસાહેબના સેવક બન્યા.