ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ગુજરાતમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ

50

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે,ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાતે છે.જેમાં વડાપ્રધાન 29-30 ગુજરાત આવશે.જ્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન આજે અને આવતી કાલ એમ બે દિવસ દરમિયાન ગુજરાતમાં યોજાનાર 13 કાર્યક્રમોમાં હાજરી આપશે.તેમજ અમિત શાહના હસ્તે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે

આજના દિવસના કાર્યક્મ

સોમવારે એટલે કે આજે અમિત શાહ સાયન્સ સીટી ખાતેના ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરશે તેંમજ વિરોચનનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરવા માટે ઉપસ્થિત રહશે.તો બપોરે બાવળામાં નળકાંઠાના ખેડૂતોના સંમેલનમાં હાજરી આપશે.જે બાદ AMC નિર્મિત સાઉથ વેસ્ટ ઝોનની કચેરીનું લોકાર્પણ 2140 EWS આવાસ અને શકરી તળાવના રિનોવેશન કાર્યનું ખાતમુહૂર્ત કરશે.

બીજા દિવસના કાર્યક્મ

બીજા દિવસે મંગળવારે અમિત શાહ ખાનગી મેડિકલ કોલેજ- હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે,તેમજ રુપાલા મંદિર સુવર્ણજડિત ગર્ભગૃહના દરવાજાનું ઉદ્ઘાટન કરશે.જે બાદ તેઓ પોતાના કૂળદેવીના દર્શન કરવા માણસા ખાતે જશે ત્યા પણ કેટલાક કાર્યક્મોનું આયોજન કરવામાં આવ્યુ છે ત્યાં પણ તેઓ ઉપસ્થિતી આપશે

બે દિવસમાં 13 કાર્યક્રમોમાં હાજરી આપશે ગૃહપ્રધાન

આ બે દિવસ દરમ્યાન ખેડૂતોના જેટલા પડતર પ્રશ્નો પૂર્ણ થયા છે,તેને લઈને પણ એક સંમેલન યોજવામાં આવશે.જ્યારે 27 સપ્ટેમ્બરે કલોલમાં રાજ્ય કામદાર વીમા યોજનાની 150 બેડની અત્યાધુનિક હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે.અમિત શાહ બીજા નોરતે બપોરે 12 વાગ્યે રૂપાલ વરદાયિની માતાજીના સુવર્ણજડિત ગર્ભગૃહના દ્વાર ખુલવાના પ્રસંગે હાજર રહેશે.તેઓ દર વર્ષે નવરાત્રી દરમિયાન પોતાના વતન માણસા જતા હોય છે અને આ વર્ષે પણ તેઓ માણસમાં સહ પરિવાર સાથે માતાજીની આરતી કરશે.

Share Now