કોરિયન વેબસીરિઝ માય સિક્રેટ ટેરિયસમાં કોરોનાની આગાહી કરાઈ હતી ….

116

એજન્સી, નવી દિલ્હી

કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં પગપેસારો કર્યો છે. વર્ષ 2018માં રિલીઝ થયેલી કોરિયન વેબસીરિઝ માય સિક્રેટ ટેરિયસમાં કોરોનાની આગાહી કરવામાં આવી હતી. હવે આ સીરિઝના એક એપિસોડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં આ બીમારીના લક્ષણ અંગે બખૂબી જણાવાયું છે.

આજથી બે વર્ષ પહેલા રિલીઝ થયેલી સીરિઝ માય સિક્રેટ ટેરિયસના 10માં એપિસોડની કેટલીક ક્લીપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં કોવિડ-19ને જીવલેણ બીમારી તરીકે દર્શાવાઈ છે. ક્લિપને જોઈને એવું લાગી રહ્યું છે કે ઘણા સમય પહેલા જ કોરોનાની ભવિષ્યવાણી કરવામાં આવી હતી.

વેબસીરિઝમાં એક ડોક્ટરે જણાવે છે કે આ વાયરસ શરીરમાં બેથી લઈને 14 દિવસમાં તેની અસર બતાવવાનું શરૂ કરશે. કોરોનામાં પણ 14 દિવસ સુધી લક્ષણ સામે આવતા નથી. વેબસીરિઝ મુજબ, કોરોના વાયરસ સીધો ફેફસા પર અસર કરશે અને પાંચ મિનિટમાં માણસ સંક્રમિત થઈ શકે છે. વાયરસથી લડવા માટે ચોક્કસ રસી બની નહીં હોવાથી લોકોને સારવારમાં ભારે મુશ્કેલી પડશે. આ સીરિયલમાં વાયરસની તુલના સાર્સ જેવી બીમારી સાથે પણ કરવામાં આવે છે જેથી લોકોને વાયરસની ગંભીરતા અંગે પણ ખ્યાલ આવી શકે.

Share Now