– બોટાદ અને ખેડામાં કોરોનાનું ‘ખાતુ’ ખૂલ્યુઃ આજે વડોદરા અને સુરતની મહિલાનું મૃત્યુ
ગાંધીનગર,તા. ૧૫ : રાજ્યમાં કોરોનાનો હાહાકાર યથાવત રહ્યો છે.હોટસ્પોટ તરીકે ઉભરેલા અમદાવાદમાં આજે ૨૪ પુરૂષો અને ૧૮ સ્ત્રી દર્દીઓનો ઉમેરો થયો છે.આજે એકલા અમદાવાદમાં ૪૨ દર્દીઓના વધારા સાથે અમદાવાદના કોરોના દર્દીઓનો આંક ૪૦૪ સુધી પહોંચ્યો છે.રાજ્યમાં કુલ ૬૯૮ દર્દીઓ નોંધાયા છે.આજે વડોદરા અને સુરતની ૧ – ૧ કોરોનાગ્રસ્ત મહિલાનું મૃત્યુ થયુ છે.રાજયનો મૃત્યુઆંક ૩૦ સુધી પહોંચ્યો છે.અત્યાર સુધી બાકી રહેલા બોટાદ અને ખેડા જિલ્લામાં પણ કોરોનાના એક એક દર્દી સામે આવ્યા છે.રાજ્યમાં આજે સવારની સ્થિતિએ ૬૯૮ પોઝીટીવ દર્દીઓ છે.
જેમાં એકલા અમદાવાદના ૪૦૪ દર્દીઓનો સમાવેશ થાય છે.આજે વડોદરામાં ૩ દર્દીઓના ઉમેરા સાથે કુલ ૧૧૬ થયા છે.સુરતમાં ૬,પંચમહાલમાં ૩ તેમજ ખેડા અને બોટાદમાં ૧ – ૧ દર્દી સહિત આજના નવા દર્દીઓનો આંકડો ૫૬ થઈ ગયો છે.સુરતમાં ૪૮ દર્દીઓ છે ભાવનગરમાં ૨૬ છે.રાજકોટમાં ૧૮ દર્દીઓ હતા તેમા આજે ૩ નવાનો ઉમેરો થતા કુલ ૨૧ દર્દીઓ થયા છે.ગાંધીનગરમાં ૧૬,પાટણમાં ૧૪,ભરૂચમાં ૧૧,આણંદમા ૧૦,પંચમહાલ અને છોટા ઉદેપુરમાં ૫ – ૫ દર્દીઓ, મહેસાણા અને કચ્છમાં ૪ – ૪ દર્દીઓ, પોરબંદરમાં ૩,સોમનાથ-બનાસકાંઠા અને દાહોદ જિલ્લામાં બબ્બે,જામનગરમાં ૧ તેમજ મોરબી અને સાબરકાંઠામાં પણ એક – એક દર્દી છે.આજના બે સહિત રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૩૦ થયો છે.૫૯ દર્દીઓ સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે.