પંજાબ ચૂંટણી પહેલા ED સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી શકે છે : અરવિંદ કેજરીવાલનો દાવો

82

તેમણે કહ્યું કે,તેમને આ માહિતી તેમના સૂત્રો પાસેથી મળી છે

દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પંજાબની ચૂંટણી પહેલા સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી શકે છે.તેમણે કહ્યું કે,તેમને આ માહિતી તેમના સૂત્રો પાસેથી મળી છે.ઇડીએ સત્યેન્દ્ર જૈનના ઘરે બે વખત દરોડા પાડ્યા છે,પણ કંઈ મળ્યું નથી.

કેજરીવાલે કહ્યું કે,અમને અમારા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે પંજાબ ચૂંટણી પહેલાં ઇડી સતેન્દ્ર જૈનની ધરપકડ કરવા જઈ રહી છે.કેન્દ્ર સરકાર તેમની વિરુદ્ધ બે વખત દરોડા પાડી ચૂકી છે,પરંતુ તેમને કંઈ મળ્યું નહીં.અમે આ વખતે પણ સ્વાગત કરીએ છીએ.

તેમણે કહ્યું કે,જ્યારે પણ ભાજપ ચૂંટણીમાં ક્યાંક હારવા લાગે છે,ત્યારે તમામ એજન્સીઓ લાગી જાય છે.પણ અમે ડરતા નથી.કારણ કે જો તમે ઈમાનદારીથી કામ કરશો તો આ અવરોધો આવે છે.અમને કોઈ ડર નથી.કારણ કે અમે કંઈ ખોટું કર્યું નથી.સત્યેન્દ જૈનની ધરપકડ કરશે.5-6 દિવસમાં જામીન મળી જશે.અમને કોઈ ડર નથી.તમે અમારા બધાને ત્યાં એજન્સીઓ મોકલો.અમે દરેકનું સ્વાગત કરીશું.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે,અમે ચન્ની (પંજાબના મુખ્યમંત્રી)ની જેમ ગભરાવીશું નહીં,તેઓ સંપૂર્ણ રીતે ગભરાયેલા છે.કારણ કે તેમણે ખોટા કામ કર્યા છે.ઇડીના અધિકારીઓ મોટા-મોટા નોટોના બંડલ ગળી રહ્યાં હતાં,ત્યારે લોકો જોઇ રહ્યાં હતાં.અમને કોઈ પ્રકારનો ડર નથી કારણ કે અમે ક્યારેય કોઈ ખોટું કામ કર્યું નથી.

Share Now