સારા અલી ખાન અને વિક્કી કૌશલે નર્મદા કિનારે વિતાવ્યો ‘મી ટાઈમ’,શરારામાં સારાનો નો-મેકઅપ લુક

59

વિક્કી કૌશલે પણ પોતાના કેટલાક ફોટોઝ શેર કર્યા હતા જેમાં તે નર્મદાના કિનારે એકલો સાંજની મજા માણતો દેખાઈ રહ્યો છે

નવી દિલ્હી,તા.24 જાન્યુઆરી,સોમવાર : સારા અલી ખાન અને વિક્કી કૌશલે રવિવારે મધ્ય પ્રદેશના મહેશ્વર ખાતે નર્મદા નદીના કિનારે હળવાશનો સમય વિતાવ્યો હતો.બંને કલાકારો હાલ મધ્ય પ્રદેશમાં એક ફિલ્મ માટે શૂટિંગ કરી રહ્યા છે.સારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નર્મદા નદીના મહેશ્વર ઘાટ પર પોતાની જાત સાથે જે સમય વિતાવ્યો હતો તેના ફોટોઝ શેર કર્યા હતા.ફોટોમાં સારા લવેન્ડર કલરના શરારામાં ખૂબ જ ક્લાસી અને એલીગન્ટ દેખાઈ રહી હતી.તેણે પોતાના વાળ પણ ખુલ્લા રાખ્યા હતા અને સાવ હળવો મેકઅપ કરેલો હતો.એક ફોટોમાં તે બોટમાં ફોટો ક્લિક કરાવવા માટે સ્માઈલ આપતી જોવા મળી રહી છે.

તાજતેરમાં જ કેટરિના કૈફ સાથે લગ્ન કરીને ચર્ચામાં આવેલા વિક્કી કૌશલે પણ પોતાના કેટલાક ફોટોઝ શેર કર્યા હતા જેમાં તે નર્મદાના કિનારે એકલો સાંજની મજા માણતો દેખાઈ રહ્યો છે.

આના પહેલા વિક્કી અને સારાએ ઈન્દોરમાં શૂટિંગ કર્યું હતું.તે વખતે ઈન્દોરની ગલીઓમાં બાઈક ચલાવી રહેલા વિક્કીના વીડિયોઝ અને ફોટો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયા હતા.એક વીડિયોમાં સારા અલી ખાન પીળા રંગની ફૂલોવાળી સાડીમાં વિક્કીની પાછળ બાઈક પર બેઠેલી જોવા મળી હતી.

Share Now