ગુજરાતમાં ખેતી, ઉદ્યોગ, બાંધકામ વગેરેમાં શરતી છુટછાટનો માસ્ટરપ્લાન તૈયાર

141

-કેન્દ્રની ગાઇડ લાઇન મુજબ જ છુટછાટ અપાશેઃ આજે ગમે ત્યારે જાહેરાત : અટવાઇ ગયેલા લોકોને ઘરે પહોચાડવા જરૂરિયાતના આધારે મંજૂરી અપાશે

ગાંધીનગર તા.૧૬: કેન્દ્ર સરકારે લોકડાઉન મુકિત માટે જાહેર કરેલી ગાઇડ લાઇન મુજબ આજે રાજ્ય સરકાર માસ્ટર પ્લાન જાહેર કરવાની તૈયારીમાં છે. ખેતી,ઉદ્યોગ,બાંધકામ વગેરેને લગતી છુટછાટ અપાશે.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો વડપણમાં બુધવારે રાજ્ય મંત્રીમંડળની સતત ત્રીજી વિડીયો કોન્ફરન્સ કેબીનેટ બેઠક યોજાઇ હતી.બેઠકમાં મહત્વપુર્ણ નિર્ણયો લેવાયા હતા.જેમાં રાજ્યના ઉદ્યોગ બાંધકામ આર્થિક ગતિવિધીઓ છુટછાટ કેન્દ્રીય ગાઇડલાઇન્સ મુજબ આપવાના માસ્ટર પ્લાનનેે આખરી ઓપ અપાયો.આ માસ્ટર પ્લાનની રાજ્ય સરકાર આજે જાહેરાત કરશે.

આ ઉપરાંત નાગરિકોને સરળતાથી અનાજ સહિતની વસ્તુઓ મળે તે માટે સપ્લાય ચેન જળવાઇ રહે તે જોોવા મલેકટરોને તાકીદ કરી હતી.બેકીનેટ મિંટીગમાં ગુજકો માસોલ દ્દવારા ચણા અને રાયડાની ખરીદી તાત્કાલીક શરૂ કરવામાં આવે તે માટે સુચનાઓ અપાઇ છે.જિનીંગ મિલ ચાલુ રહે તેમજ મગફળીની પણ પૂરતી આવક બજારમાં થાય અને સિંગતેલ મિલ્સ પણ ચાલુ રહે તે બાબતે જિલ્લા કલેકટરોને ધ્યાન આપવા તાકીદ કરી હતી.તમામ જિલ્લા કલેકટરોને ફલોર મિલ્સ,રાઇસ મિલ્સ દાળ મિલ્સ કાર્યરત રહે તેવી વ્યવસ્થા કરવા સુચનાઓ આપી હતી.ગુજરાતના મોટા ભાગના માર્કેટ યાર્ડ કાર્યરત થઇ ગયા છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેમજ ખેડૂતોનું રજિસ્ટ્રેશન થાય તે પછી જણસી અનુસાર નિયત તારીખ,દિવસ,સમયે જ ખેડૂતો ઉત્પાદન વેચવા આવે તેવી વ્યવસ્થા જિલ્લા કલેકટરો નિશ્ચિત કરે.રાજયના તમામ માર્કેટ યાર્ડ શરૂ થઇ જાય તે જોવા પણ કલેકટરોને જણાવ્યું હતું. રાજયના ત્રણ કરોડ જેટલા લોકોને સસ્તા અનાજની દુકાનેથી અનાજ વિતરણ થઇ ચૂકયું છે.

Share Now