લોકડાઉનની ધજિજયા : સિદ્ધપુર કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે TRBના જવાનને લાફો માર્યો

170

હાલ સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે લોકડાઉનની સ્થિતી બનેલી છે,ત્યારે આવી પરિસ્થિતીમાં લોકાડાઉનનું પાલન કરાવવા માટે સામાન્ય જનતા તો ઠીક પ્રજાના સેવકોને સમજાવવામાં પણ પોલીસ માટે માથાનો દુખાવો સમાન બની જતુ હોય છે.

ધારાસભ્યની ગાડી રોકતા અપશબ્દો કહ્યા

લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે બહુચરાજીમાં સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરની દાદાગીરી સામે આવી છે.ચેકપોસ્ટ પાસે TRBના જવાને ગાડી રોકતા ધારાસભ્યએ ગાળો ભાંડી હતી.ઉગ્ર બોલાચાલી બાદ ચંદનજી ઠાકોરે TRBના જવાનને લાફો માર્યો હતો.સમગ્ર મામલો ઉગ્ર બનતા ચંદનજી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

Share Now