અમદાવાદ તા.9 : કોરોનાને કારણે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન આવી પડતા પાંજરાપોળોમાં ગાયોના ઘાસ માટે પૈસા ખૂટી પડતા આ મામલે ગાયોના નિભાવ માટે ફંડ પુરુ પાડવા રાજયના સતાધીશોનું ધ્યાન દોરવા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે.આ પીટીશન અંતર્ગત સુનાવણી 19મી જૂને થશે તેમ પીટીશનરના વકીલ પ્રતીક ઠકકરે જણાવ્યું હતું.
મુંબઈના બે દાતાઓ સહીત ત્રણ પીટીશનરોએ હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરતા ધ્યાન દોર્યુ હતું કે લોકડાઉન બાદ પાંજરાપોળોમાં પૈસા ખૂટી પડયા છે.જેના કારણે પાંજરાપોળોમાં હજારો ગાયોના નિભાવ માટે ઘાસચારાની તંગી ઉભી થઈ છે.પીટીશનરોએ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ સહિત સરકારના સતાધીશોને પાંજરાપોળમાં પશુઓના નિભાવ માટે ફંડ વધારવા ધ્યાન પીટીશનમાં દોર્યુ હતું.