હિરા સોલંકીને પ્રદેશ પ્રમુખ બનાવો : કોળી અગ્રણીઓની રજુઆત

142

ગાંધીનગર તા.29 : ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે હીરા ભાઈ સોલંકીની નિમણુંક કરવામાં આવે તેવી માંગણી સાથે આજે કોળી સમાજના 5 યુવાનો વિજય ભાઈ રૂપાણી સમક્ષ કમલમ ખાતે આવી પહોંચ્યા હતા. જોકે અગાઉથી તૈનાત પોલીસે યુવાનોને આગળ જતાં અટકાવ્યા હતા.

આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપ કોર કમિટીની બેઠક ચાલી રહી હતી તે દરમિયાન કોળી સમાજના યુવાનોએ હીરાભાઈ સોલંકી ને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે અથવા કોઈ બોર્ડ / નિગમની અંદર તેમને ચેરમેન બનાવવાની રજૂઆત વિજયભાઈ રૂપાણી સમક્ષ કરવા માટે આવ્યા હતા પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ના કારણે આ યુવાનોની સીએમ સાથે મુલાકાત થઇ શકી ન હતી.

કોળી સમાજના યુવકો હીરા સોલંકીને પ્રદેશ પ્રમુખ બનાવાની માંગ સાથે કમલમ પહોંચ્યા, લેખિતમાં કરી અરજી

કોળી સમાજના યુવકો હીરા સોલંકીને પ્રદેશ પ્રમુખ બનાવાની માંગ સાથે કમલમ પહોંચ્યા હતા.બેઠક પહેલા જ રજૂઆતનો દોર શરૂ થયો હતો.કોળી સમાજના યુવકો મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજુઆત કરવા માટે કમલમ પહોંચ્યા હતા.સાથો સાથ હીરા સોલંકીને કોઇ પણ નિગમના ચેરમેન બનાવવા પણ માંગ કરાઇ હતી.જો કે પોલીસે યુવકોને રોક્યા હતા.ગત ચૂંટણીમાં રાજુલા બેઠક પર હીરા સોલંકી હારી ગયા હતા.કોળી સમાજને ભાજપ અન્યાય કરતી હોવાની લોકોની રજૂઆત છે.

Share Now