ધારાસભ્યોની ડિસ્ટ્રીકટ પોલીસ કમ્પ્લેન્સ ઓથોરીટીના સભ્ય તરીકે નિમણુંક

149

ગાંધીનગર તા.22 : રાજયના ગૃહવિભાગે ગુજરાતના 46 ધારાસભ્યોની 25 જીલ્લામાં ડીસ્ટ્રીકટ પોલીસ કમ્પ્લેન્સ ઓથોરીટીના સભ્ય તરીકે નિમણુંક કરી છે તેમાં રાજકોટ જિલ્લામાં ધારાસભ્ય ગોવિંદ પટેલ અને ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાની નિમણુંક કરી છે.

અન્ય જીલ્લાઓમાં નિમણુંકની વાત કરીએ તો અમદાવાદ જીલ્લામાં પ્રદીપભાઈ પરમાર,કનુભાઈ પટેલ,ગાંધીનગર જીલ્લામાં બલરાજસિંહ ચૌહાણ,શંભુજી ઠાકોર, ભાવનગર જિલ્લામાં રાઘવજી મકવાણા,કેશુભાઈ નાકરાણી,દેવભૂમિ દ્વારકામાં વિક્રમ માડમ,ગીર સોમનાથમાં વિમલ ચુડાસમા,જુનાગઢ જિલ્લામાં દેવાભાઈ માલમ, ભગાભાઈ બારડ,જામનગર જીલ્લામાં રાઘવજીભાઈ પટેલ પોરબંદર જિલ્લામાં બાબુભાઈ બોખરીયા,સુરેન્દ્રનગર જીલ્લામાં ધનજી પટેલ વગેરેની નિમણુંક કરાઈ છે. આ ઉપરાંત બનાસકાંઠા, ભરૂચ, દાહોદ વગેરે જીલ્લામાં નિમણુંક થઈ છે.

Share Now