GST Council Meeting: રાજ્યોને વળતર આપવા કેન્દ્ર ઉધાર લેશે પૈસા, RBIનો પણ વિકલ્પ

138

નવી દિલ્હી : આજે જીએસટી કાઉન્સિલની 41મી બેઠક યોજાઇ, જેમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.બેઠકની અધ્યક્ષતા ખુદ નાણામંત્રી નિર્મલા સીતારમને કરી હતી.આજની બેઠકમાં રાજ્યોને મળનાર જીએસટી વળતર અને ઘણી વસ્તુ પર જીએસટી ઘટાડવા પર વિશેષ ચર્ચા થઈ હતી.કોરોનાને કારણે કેન્દ્ર અને રાજ્યોની કમાણીમાં મોટો ઘટાડો થયો છે.કેન્દ્રનું કહેવું છે કે રાજ્ય બજારમાંથી લોન લે,જ્યારે રાજ્યોનું કહેવું છે કે આ કામ કેન્દ્ર કરે.જીએસટી કાઉન્સિલની બેઠકમાં શું થયું તેને લઈને નાણામંત્રી નિર્મલા સીતારમને મીડિયા સાથે વાત કરી હતી.

2.35 લાખ કરોડ રૂપિયાના ઘટાડાની આસંકા

ચાલુ નાણાકીય વર્ષ (2020-21)મા જીએસટી કલેક્શનમાં 2.35 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થવાની આશંકા છે.રાજ્યોને વળતરની રકમની ચુકવણી માટે બે વિકલ્પ આપવામાં આવ્યા છે.કેન્દ્ર ખુદ ઉધાર લઈને રાજ્યોને વળતર આપે અથવા આરબીઆઈ પાસે ઉધાર લેવામાં આવે.રાજ્ય 7 દિવસની અંદર પોતાનો અભિપ્રાય આપશે.

આ છે બે વિકલ્પ

વળતરની ચુકવણીને લઈને જે બે વિકલ્પ આપવામાં આવ્યા છે,તેમાં પ્રથમ વિકલ્પ છે કે રાજ્યોને રિઝર્વ બેન્ક પાસેથી 97000 કરોડનું સ્પેસિયલ કર્જ મળશે જેના પર વ્યાજદર ખુબ ઓછો હશે. બીજો વિકલ્પ છે કે સંપૂર્ણ 2.35 લાખ કરોડનો ગાળો રાજ્યો દ્વારા રિઝર્વ બેન્કની મદદથી વહન કરવામાં આવે. તે માટે રાજ્યોએ સાત દિવસમાં સમય માગવામાં આવ્યો છે.

સહમતિની રાહ

એકવાર કોઈપણ વિકલ્પને લઈને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સહમતિ બને તો તે દિશામાં ઝડપથી કામ થશે.નાણામંત્રીએ કહ્યું કે,આ વિકલ્પ માત્ર ચાલુ નાણાકીય વર્ષ માટે છે. એપ્રિલ 2021મા ફરીથી પાંચમાં વર્ષને લઈને ચર્ચા કરવામાં આવશે.મહત્વનું છે કે કોરોના દરમિયાન એપ્રિલથી જુલાઈ મહિના વચ્ચે જીએસટી વળતરના રૂમાં 1.5 લાખ કરોડ રૂપિયા જમા કરવાના હતા. પરંતુ સત્ય છે કે એપ્રિલ અને મે મહિનામાં સરકારની કમાણી નામ માત્રની રહી.

જૂન 2020 સુધી વળતરની ભરપાઇ કરવાનું હતું વચન

બેઠકમાં એટોર્ની જનરલે કહ્યું કે, 2017મા જ્યારે જીએસટીને દેશભરમાં લાગૂ કરવામાં આવ્યું તો પાંચ વર્ષ માટે ટ્રાન્ઝિશન પીરિયડની જાહેરાત કરવામાં આવી હતી. આ સમય જૂન 2022 સુધીનો છે. કેન્દ્રએ કહ્યું હતું કે,જે રાજ્યોની કમાણી પર જીએસટીથી અસર થશે,તેની ભરપાઇ કરવામાં આવશે.આ જાણકારી ફાઇનાન્સ સેક્રેટરી અજય ભૂષણ પાંડેએ આપી છે.માર્ચમાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમને વળતરની ચુકવણીને લઈને કાયદાકીય સલાહ માગી હતી.

પાછલા નાણાકીય વર્ષણાં રાજ્યોને 1.65 લાખ કરોડ મળ્યા

પત્રકાર પરિષદમમાં નાણાકીય સેક્રેટરીએ કહ્યું કે,કોરોના મહામારીને કારણે જીએસટી કલેક્શનમાં મોટો ઘટાડો થયો છે.જીએસટીનું વળતર કાયદા પ્રમાણે,રાજ્યોને આપવાની જરૂર છે.તેમણે કહ્યું કે,નાણાકીય વર્ષ 2019-20મા કેન્દ્રએ રાજ્યોને જીએસટી કન્પેનસેશનના રૂપમાં 1.65 લાખ કરોડ રૂપિયા આપ્યા.તેમાં માર્ચમાં આપવામાં આવેલા 13806 કરોડ પણ સામેલ છે.નાણાકીય વર્ષ 2019-20મા સેસ કલેક્શન 95444 કરોડ રહ્યું હતું.

Share Now