બિમાર વ્યક્તિને સમયસર સારવાર ન મળી હોય,પોલીસ સ્ટેશને ફરિયાદીને ન્યાય ન મળ્યો હોય,અરજદારની ફાઇલ એકની એક જગ્યાએ પડી રહી હોય, ઉદ્યોગજૂથની દરખાસ્ત વિલંબમાં પડી હોય કે એસટીના રૂટમાં અનિયમિતતા થઇ હોય– આવી 26 વિભાગોની કામગીરી રાજ્યના મુખ્યમંત્રી તેમની બંગલાની ઓફિસમાંથી સીધી જોઇ શકે છે.
ગુજરાતના 33 જિલ્લાઓનું મોનિટરીંગ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી કરી રહ્યાં છે.તેમને રૂબરૂ જવાની આવશ્યકતા નથી,ઓચિંતી રેડ પાડવાની નથી છતાં તેઓ નિવાસસ્થાને બેઠાં બેઠાં સીધી સૂચના આપી શકે છે.રાજ્યના પ્રજા સાથે સંકળાયેલા 26 વિભાગોમાં બેદરકારી બદલ તેઓ સીધા આદેશ કરી શકે છે અને કામચોર કર્મચારીઓ સામે પગલાં લઇ શકે છે.
સીએમ ડેશબોર્ડનો ક્ધસેપ્ટ એકમાત્ર ગુજરાતે શરૂ કર્યો છે જે અન્ય રાજ્યો માટે પ્રેરણાદાયી છે.મુખ્યમંત્રી આ ડેસ્કબોર્ડના માધ્યમથી જિલ્લા અને તાલુકા કચેરીએ થતી દૈનિક કામગીરી જોઇ શકે છે.આ ડેસ્કબોર્ડમાં મહેસૂલ,ગૃહ.ઉદ્યોગ,શહેરી વિકાસ,આરોગ્ય,પંચાયત થી લઇને કુલ 26 વિભાગોના ડેટા ફીડ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જે કોઇ સ્થળે સીસીટીવી કેમેરા લાગ્યા છે ત્યાં જીવંત પ્રસારણ આ ડેશબોર્ડમાં જોઇ શકાય છે.
સરકારી વિભાગોમાં ફાઇલનો નિકાલ સમયમયર્દિામાં નહીં કર્યો હોય તો જે તે અધિકારી કે કર્મચારીના સીઆર નક્કી કરવામાં આવ્યા છે. તેમની સામે દંડની કાર્યવાહી ઉપરાંત સર્વિસ રૂલ્સ પ્રમાણેના જરૂરી પગલાં લેવામાં આવે છે.સસ્તા અનાજની દુકાન હોય કે,એસટી રૂટ હોય– પોલીસ સ્ટેશન હોય કે આરોગ્ય સેન્ટર,પંચાયત ઘર હોય કે જિલ્લા કલેક્ટરની કચેરી– મુખ્યમંત્રી તેમની કામગીરી જુએ છે. વિલંબિત કર્મચારીને એસએમએસ કરીને કામ પૂર્ણ કરવાની જાણ કરવામાં આવે છે આમ છતાં તે બેદરકાર રહ્યો તો તેની સામે પગલાં લેવાનો આદેશ કરવામાં આવે છે.
સરકારના વિભાગોને સતર્ક બનાવવા ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમ પણ અમલમાં મૂકવામાં આવી છે.આ ડેશબોર્ડમાં ગુગલ મેપથી રાજ્યભરની કાર્યવાહી અને સીસીટીવી કેમેરાથી ઓફિસની કામગીરી જોઇ શકાય છે. ફાઇલ ટ્રેકિંગમાં ત્રિસ્તરિય ફોલોઅપ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે.પ્રથમ ડેશબોર્ડના કર્મચારી ફોલોઅપ લઇ રહ્યાં છે.બીજું ફોલોઅપ સેક્રેટરી કક્ષાના અધિકારી લેતા હોય છે અને છેલ્લું ફોલોઅપ ખુદ મુખ્યમંત્રી અને તેમનો સીએમઓના અધિકારી લેતા હોય છે.
સીએમ ડેશબોર્ડમાં વિભાગોનું ઇન્ટરનલ એસેસમેન્ટ કરાઇ રહ્યું છે.આઇટી વિભાગના અધિકારીઓની એક એક્સપર્ટ ટીમ કાર્યરત કરવામાં આવી છે જેથી સિસ્ટમને હેકીંગથી બચાવી શકાય છે.માનવસર્જીત કે કુદરતી આપત્તિના સમયે ક્ધટ્રોલ અને કમાન્ડ સિસ્ટમને સેટેલાઇટથી કનેક્ટ કરવાની વ્યવસ્થા ડેસ્કબોર્ડમાં છે.કોઇ પણ રેક્સ્યુ ટીમ પાસે સોલ્ડર કેમેરો કે હેડ કેમેરો હોય તો તેના માધ્યમથી ઘટનાનો લાઇવ નિદર્શન સીએમ હાઉસમા બેઠા બેઠા કરી શકે છે.