એક-બે નહીં પણ મહેસાણા જિલ્લા સહકારી દૂધ સંઘમાં કૌભાંડોની વણઝાર,વાંચો ખેડૂતોના નકલી મસીહા સાબિત થયેલા વિપુલ ચૌધરીની કૌભાંડ યાત્રા

146

મહેસાણાની જિલ્લા સહકારી દૂધ સંઘમાં એક નહી બે નહિ પણ કૌભાંડની વણઝાર છે.સાગરદાણ કૌભાંડ બાદ ખાંડ ખરીદી કૌભાંડ પણ ખુબ ગાજયું હતું. 2012-2014ના સમયગાળા દરમિયાન ખાંડની ખરીદી અન્ય સંઘો કરતા ઉભા ભાવે થયાની ફરિયાદ થઈ હતી.દૂધ.સંઘના માન્ય કરેલ ખરીદ પ્રક્રિયાથી ઉપર પર સાંઠગાંઠ વાળી એજન્સીઓ જેવી કે પેરેડાઇઝ ટ્રેડલિંક પ્રાઈવેટ લિમિટેડ,પ્રધીન એક્ષપોર્ટ,ગણેશ એગ્રોવેટ કોર્પોરેશન મારફતે ખાંડ ખરીદી હોવાનું સામે આવ્યુ હતું.

ખાંડની મીલો પાસેથી ઓછા ભાવે ખાંડ ખરીદ કરી તે એજન્સીઓએ વધુ ભાવના બીલો બનાવી ડેરીને ખાંડ વેચી હતી.તેમાં પણ વિપુલ ચૌધરી અને નિયામક મંડળના સભ્યો અને અધિકારીઓએ મોટું કમિશન ખાઇ દુધ ઉત્પાદકોના નાણાની ઉચાપત કર્યાની પણ ફરિયાદ થઈ હતી.જેને પગલે મહેસાણા જિલ્લા રજીસ્ટ્રાર પ્રતિક સુભાષચંદ્ર ઉપાધ્યાયે ખાંડ ખરીદીના રૂપિયા 17 કરોડ 25 લાખના ખાંડ કૌભાડમાં ડેરીના તત્કાલિન ચેરમેન વિપુલ ચૌધરી,તત્કાલિન નિયામક મંડળના સભ્યો,ડિરેકટર અને ખાંડ પરચેઝ માટે જવાબદાર તત્કાલિન અધિકારી વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.

મહેસાણાની દૂધસાગર ડેરીએ 2 ઓગસ્ટ 2018ના દિવસે જાહેર ખૂલાસો કર્યો હતો કે, 2015માં કિંજલ કેમિકલ નામની કંપની પાસેથી ટને રૂ.1400થી રૂ.2500ના ઊંચા ભાવે 15,000 ટન મોલાસીસની ખરીદી કરી તેમાં રૂ.35.96 કરોડની ખોટ ગઈ છે.મહેસાણા દૂધસાગર ડેરીના એકજ્યુક્યુટિવ ડિરેક્ટર એન.પી.સંચેતી અને જગુદણ સાગર દાણ ફેકટરીના મેનેજર મનોજ ગોસ્વામી સામે રૂ.1.10 કરોડની ઉચાપત સામે ફરિયાદ મહેસાણા જિલ્લા રજીસ્ટાર મહેસાણામાં ફરિયાદ નોંધાવી હતી.

મહેસાણા દૂધ સાગર ડેરીમાં ચેરમેન તરીકેના કાર્યકાળ દરમ્યાન વિપુલ ચૌધરીને સાગરદાણ કૌભાંડ,ખાંડ કૌભાંડ,ખોટી ભરતી,દૂધ સંઘમાં અંગત ખર્ચાઓ અને ખોટા દાન સહિતના મુદ્દે રજીસ્ટ્રારે જવાબદાર ઠેરવ્યા હતા. 2016માં રજીસ્ટ્રારે વિપુલ ચૌધરીને દૂધસાગર ડેરીના ચેરમેન પદેથી દૂર કરી આગામી ૩ વર્ષ સુધી કોઈપણ સહકારી સંસ્થામાં ચુંટણી લડવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.

ખેડૂતોનું ભલું કરવાની વાર્તા કરીને કરોડો રૂપિયા ખિસ્સામાં મૂકીને ખેડૂતોના નકલી મસીહા સાબિત થયેલા મહેસાણાની દૂધ સાગર ડેરીના પૂર્વ કર્તાહર્તા વિપુલ ચૌધરી હાલ પોલીસની હવાલાતમાં છે.કરોડોનું સાગરદાણ કૌભાંડ છુપાવવા ફરી નવું કરોડોનું કૌભાંડ કરનાર વિપુલ ચૌધરી હવે ખુલ્લા પડી ગયા છે અને ખુદ ડેરીના કર્મચારીઓ પણ કહે છે કે વિપુલ ચૌધરીએ કૌભાંડ કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું.વિપુલ ચૌધરીના કૌભાંડની કરમકુંડળી જોઈને તમે પણ ચોંકી જશો.

વિપુલ ચૌધરીની કૌભાંડ યાત્રા?

– વર્ષ 2013માં મહારાષ્ટ્રમાં રૂપિયા ખાવા સાગરદાણ મોકલ્યું
– તે સમયે દૂધસાગર ડેરીનું ચેરમેન પદ હતું વિપુલ ચૌધરી પાસે
– સાગરદાણની આડમાં ડેરીના રૂપિયા 22.50 કરોડ ચૌધરી ચાઉં કરી ગયા
– કૌભાંડ બહાર આવતા સહકારી મંડળી રજિસ્ટ્રારે રકમ પાછી આપવા કર્યો હતો આદેશ
– અધૂરામાં પૂરું રકમ ચૂકવણીમાં પણ વિપુલ ચૌધરીએ મની લોન્ડરિંગ કૌભાંડ આચર્યાની રાવ
– જો ફરી વિપુલ ચેરમેન બને તો ખેડૂતો માટે ઘાતક
– અબજો રૂપિયાનો વહીવટ કૌભાંડીને અપાઈ તો ડેરી ઉપર આવી પડે આફત

Share Now