– રાજ્ય સરકારના નાણા વિભાગનો મહત્વનો નિર્ણય
– સરકારી કર્મચારીઓ માટે ખાસ રોકડ પેકેજ યોજના જાહેર
– રાહત/વતન પ્રવાસ વર્ષ 2016-19માં થયો હતો 1 વર્ષનો વધારો
– 31 ડિસે.20 પૂર્ણ થાય છે જેને ૩ માસ વધારો કરાયો
– રાહત/વતન પ્રવાસ રાહત યોજનામાં ૩ માસનો વધારો
– રા.સરકારે કર્મચારીઓ માટે ખાસ રોકડ પેકેજ યોજના જાહેર
ગુજરાત સહિત દેશ-દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવેલો છે.વિશ્વભરને કોરોનાએ બાનમાં લીધું છે અને કાળમુળાનાં કહેરનાં કારણે દુનિયા આખી આર્થિક પાયમાલી તરફ સરકતી જોવામાં આવી રહી છે.દેશમાં પણ આવી જ આર્થિક કટોકટી કહી શકાય તેવી પરિસ્થિતિ કોરોનાનાં કારણે સર્જીઇ છે અને ભારત સરકાર દ્વારા કોરોનાનાં આર્થિક કહેર સામે લડવા માટે અનેક આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યા જ છે.તમામ હકીકતો વચ્ચે ક્યાં ને ક્યાં સરકારી કર્મચારીઓ આ મામલે અડગા રહી ગયા હોવાની લાગણીઓ જન્મી રહી હતી અને આ વસવસો હવે ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા દુર કરી દેવામાં આવ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને બખ્ખા કરાવી દેવામાં આવ્યા હોય તેવો મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.કોરોનાનાં કાળમાં સરકારી કર્મચારીની આર્થિક સ્થિતિને પાટે લાવવા સરકાર દ્રારા આ નિર્ણય કર્યો છે.રાજ્ય સરકારે રજા અને વેતન પે અવર્સ યોજનાનાં અવેજમાં ખાસ રોકડ પેકેજ જાહેર કર્યું છે.રાહત/વતન પ્રવાસ વર્ષ 2016-19ની મુદ્દતમાં ત્રણ મહિનાનો વધારો કર્યો છે.
રાજ્યના નાણા વિભાગે આ વિશે બહાર પાડેલા પરિપત્રમાં જાહેરાત કરવામાં આવી છે કે, ખાસ રોકડ પેકેજ યોજનાનો લાભ તેવા કર્મીઓને જ મળશે,જેમણે બ્લોક 2016-19નો લાભ હજી લીધો નથી, આ યોજના 2020-23ના બ્લોક માટે લાગુ નહીં પડે છે.યોજનામાં રજા પ્રવાસ રાહત પેસગી નહીં મળે,યોજનાનો લાભ લેવા ઇચ્છુક કર્મીએ રજા પ્રવાસ રાહત-વતન પ્રવાસ રાહત અંતર્ગત નિયમોનુસાર મળવાપાત્ર થતી હક રજાનું રોકડમાં રૂપાંતરની રકમ જેટલો કે તેથી વધુ ખર્ચ કરવામાં આવે તો જ,તે રજાનું રોકડમાં રૂપાંતરની મળવાપાત્ર થતી રકમ ગણતરીમાં લેવાશે.
ઉલ્લેખનીય છે કે,યોજનામાં છઠ્ઠા પગાર પંચ મુજબ રૂ. 7600 ગ્રેડ પે કે તેથી વધુ ગ્રેડ પે મુજબ પગાર ધરાવનારને મુસાફરી અંગે 20000નું સૂચિત ભાડું અને છઠ્ઠા પગાર પંચ મુજબ રૂ. 7600 ગ્રેડ પે કરતાં ઓછો ગ્રેડ પે ધરાવનારને મુસાફરી અંગે 6000નું ભાડું કરતાં કર્મચારી દ્વારા ત્રણ ગણો ખર્ચ કરવામાં આવે તો જ સૂચિત ભાડાની રકમ મળવાપાત્ર બનશે.સાથોસાથ,કર્મચારીએ ફરજિયાતપણે રજાનું રોકડમાં રૂપાંતર અને એલટીસી ભાડું બંનેનો લાભ લે તો જ એને આ પેકેજનો લાભ મળશે.