ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના સાત PSIની એકસાથે બદલી ,જાણો ક્યા PSIને ક્યાં મૂકવામાં આવ્યા

201

હિંમતનગર : સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડાએ જીલ્લામાં સાત પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI0ની આંતરિક બદલી કરી છે.પોલીસ વડા દ્વારા થોડા દિવસ પહેલા બે PSI અને એક PIની બદલી કરાઈ હતી અને ફરી એક વાર બદલી કરતાં પોલીસ વડા જિલ્લાના પોલીસ તંત્રમાં ઘરખમ ફેરફારો કરી રહ્યા હોવાના સંકેત મળ્યા છે.

આ બદલીના દોરમાં PSI એ.વી.જોશીને SOGથી હિમતનગર B ડીવીઝન પોલીસ સ્ટેશનમાં, PSI કે.કે.રાઠોડને A ડીવીઝનથી SOG શાખામાં, PSI જે.આર.દેસાઈને ગાંભોઈથી LCBમાં , PSI પી. પી. જાનીને વડાલીથી ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે.આ ઉપરાંત PSI આર.જે.ચૌહાણને પોશીનાથી વડાલી પોલીસ સ્ટેશનમાં, PSI એ.બી.મિસ્ત્રીને પ્રાંતિજથી પોશીના પોલીસ સ્ટેશનમાં જ્યારે PSI એમ.એચ.પરાડીયાને તલોદથી ચિઠોડા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે.

Share Now