કોરોનાની ગાઈડલાઈન્સના ઉલ્લંઘન પર પ્રશાસન તેમજ પોલીસ સામાન્ય લોકો વિરુદ્ધ કાર્યવાહી સાથે દંડ પણ વસૂલી રહી છે,પરંતુ નેતા ખુલ્લેઆમ નિયમોનું ઉલ્લંઘન કરતા ફરી રહ્યા છે.નેતા ચૂંટણી રેલીઓ સાથે પાર્ટી કાર્યક્રમનું પણ આયોજન કરી રહ્યા છે.તેમાં ન સોશિયલ ડિસ્ટેન્સિગ દેખાય છે ન લોકોના ચહેરા પર માસ્ક તો પણ ન તો મનપા કાર્યવાહી કરે છે ન તો પોલીસ.
અક તરફ કોરોનાકાળમાં લોકો માસ્ક,સોશિયલ ડિસ્ટેન્સિગ સહિતના નિયમોનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે,તો બીજીતરફ સીઆર પાટિલ જ્યારથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા છે ત્યારથી રાજનીતિક કાર્યક્રમ કરી રહ્યા છે.આ કાર્યક્રમોની જે તસ્વીરો સામે આવે છે તેમાં તેઓ મોટેભાગે વગર માસ્કે જ દેખાય છે.એટલું જ નહીં ત્યાં ઉપસ્થિત મોટાભાગના લોકો પણ વગર માસ્કે જ હોય છે,જે સોશિયલ ડિસ્ટેન્સિગનું પણ પાલન ન કરતા હોવાની ચર્ચા પણ લોકમુખે ઉઠી છે.
હાલના દિવસોમાં રાજનીતિક પાર્ટીઓ મહાનગર પાલિકાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી છે.આ અંતર્ગત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ પેજ કમિટીની બેઠક કરી રહ્યા છે.ગુરૂવારે તેઓએ વકીલો સાથે પેજ કમિટીની બેઠક કરી હતી.આ કાર્યક્રમમાં પણ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન શહેરના પ્રખ્યાત વકીલો હાજર હતા.કેટલાક દિવસો પહેલા સીઆર પાટિલે ડૉક્ટરો સાથે પેજ કમિટીની બેઠક કરી હતી.કોરોનાકાળમાં થનારી આ બેઠકોમાં કોરોના ગાઈડલાઈન્સનું પાલન નથી કરવામાં આવ્યું.