સ્ટમ્પ માઈક પર સંભળાયો પંતનો સૂર:ઋષભ પંતે ચાલુ ટેસ્ટ મેચે ગીત ગાયું,”સ્પાઈડરમેન સ્પાઈડરમેન,તુને ચુરાયા મેરે દિલ કા ચેન”;વીડિયો વાયરલ

94

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ સીરિઝની અંતિમ મેચ બ્રિસ્બેન ખાતે રમાઈ રહી છે.મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન ભારતીય વિકેટકીપર ગીત ગાઈ રહ્યો હતો.મેચની 56મી ઓવર વી. સુંદર નાખી રહ્યો હતો અને આ ઓવરમાં સ્ટમ્પ માઈક પર પંતનો સૂર સંભળાયો હતો.તે “સ્પાઈડરમેન સ્પાઈડરમેન,તુને ચુરાયા મેરે દિલ કા ચેન” ગીત ગાઈ રહ્યો હતો.આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

ભારત 336 રનમાં ઓલઆઉટ,ઓસ્ટ્રેલિયાને 33 રનની લીડ મળી ભારત ફર્સ્ટ ઇનિંગ્સમાં 336 રનમાં ઓલઆઉટ થયું હતું.ટીમ ઇન્ડિયા માટે શાર્દુલ ઠાકુર અને વી.સુંદરની જોડીએ બેટ સાથે અગત્યનું યોગદાન આપ્યું.બંનેએ સાતમી વિકેટ માટે 123 રનની ભાગીદારી કરતા અનુક્રમે 67 અને 62 રન કર્યા.આ બંનેની ટેસ્ટમાં પ્રથમ ફિફટી હતી.

ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 369 રનમાં ઓલઆઉટ થયું હતું અને તેમને 33 રનની લીડ મળી છે.કાંગારું માટે જોશ હેઝલવુડે 5,પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્કે 2-2,જ્યારે નેથન લાયને 1 વિકેટ લીધી.

Share Now