ટેમ્પામાં ચોરખાના બનાવી સુરત લઈ જવાતા વિદેશી દારૂ સાથે ચારને LCB એ ઝડપયા

94

બારડોલી : સુરત જિલ્લા એલસીબી પોલીસે વ્યારા–બારડોલી હાઇવે પર હિંડોલીયા ગામની સીમમાંથી વિદેશી દારૂ ભરેલો એક ટેમ્પો સાથે ચાર વ્યક્તિને ઝડપી પાડ્યા હતા.આ ટેમ્પોની પાછળ ચોરખાના બનાવી તેમાં દારૂ છુપાવ્યો હતો.અને આ વિદેશી દારૂનો જથ્થો સુરત શહેરમાં લઈ જવામાં આવી રહ્યો હતો.પોલીસે ટેમ્પોમાંથી રૂ. 81,600ના વિદેશી દારૂ સાથે કુલ 1.89 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બુટલેગરો દારૂની હેરાફેરી માટે અવનવી તરકીબો અજમાવી રહ્યા છે.બારડોલી નજીક હિંડોલીયા ગામની સીમમાં હાઇવે પરથી સુરત જિલ્લા એલસીબી પોલીસે ટેમ્પામાં ચોરખાનું બનાવીને કરવામાં આવતી દારૂની હેરાફેરીને ઝડપી પાડી છે.વ્યારા-બારડોલી હાઇવે ઉપર પોલીસે બાતમી આધારે એક ટેમ્પો નંબર જીજે-20-વી-0383 ને અટકાવ્યો હતો અને ટેમ્પોની તલાશી લેતા પાછળના ભાગે ચોરખાનામાંથી વિદેશી દારૂની 816 બોટલ કિંમત રૂ 81,600 નો જથ્થો મળી આવ્યો હતો.આ વિદેશી દારૂનો જથ્થો સુરત શહેરમાં લઈ જવામાં આવી રહયો હતો.એલસીબી પોલીસે આ ગુનામાં ચાર વ્યક્તિ મનોજ રાજમલ પાટીલ (રહે, ડિંડોલી, પંચદેવ સોસાયટી,સુરત શહેર, મૂળ રહે, જલગાવ મહારાષ્ટ્ર), રાજુ રામચંદ્ર ખટીક (રહે, સાઈદર્શન સોસાયટી, રામીપાર્કની બાજુમાં, સુરત શહેર), પંકજ ઉર્ફે બંટી માધુભાઈ સોનવણે (રહે, સાઈ રેસિડન્સી, ડિંડોલી, સુરત શહેર), નિતીન નારણભાઈ સોલંકી (રહે, લક્ષ્મીનારાયણ સોસાયટી, ડિંડોલી, સુરત શહેર) ને ઝડપી પાડી કુલ 1.89 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Share Now