ગાંધીનગર પોલીસ ભવન ખાતે પ્રજાસત્તાક દિવસની કરાય ઉજવણી, રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર પોલીસ અધિકારીઓને અપાયા સન્માનપત્ર

88

અમદાવાદ : દેશભરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગાંધીનગરમાં 72 માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પોલીસ ભવન ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,જે પ્રસંગે સીઆઇડી ક્રાઇમ અને રેલવેના પોલીસ મહાનિર્દેશક ટી.એસ બીસ્ટ દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી અને રાજ્યના પોલીસ અધિકારીઓ જવાનોને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે રાષ્ટ્રપતીના પોલીસ મેડલ મેળવનાર પોલીસ અધિકારીઓ અને જવાનોને અભિનંદન પાઠવવામાં આવ્યા અને S.C.R.B ના પોલીસ મહાનિરીક્ષક અર્ચના શિવહરે SRP ગૃપ 12 ના હથીયારી DYSP વી.આર ઉલવા, I.B ના પી.આઈ એચ.એમ ગઢવી તેમજ ડીજીપી કચેરીના વાયરલેસ પીઆઈ કે. આર પટેલને પ્રશંસાપત્ર આપી સન્માન કરાયું હતું. આ પ્રસંગે પોલીસ ભવન ના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Share Now