મહેસાણા ભાજપના નેતાનો અશ્લીલ વીડિયો વાયરલ થતાં ખળભળાટ, નેતા ભૂગર્ભમાં

193

મહેસાણા : ખેરાલુ નગરપાલિકામાં ભાજપના નગર સેવકનો અશ્લીલ વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.નગર સેવક હનીટ્રેપનો શિકાર બન્યા છે.વીડિયો કોલના માધ્યમથી કરેલી વાત રેકોર્ડ કરીને બ્લેક મેઇલિંગ કરાયું હતું.આ અંગે મહેસાણા સાયબર ક્રાઈમને અરજી અપાઈ છે.

વીડિયો વાયરલ થયા બાદ નગર સેવક ભૂગર્ભમાં ઉતરી ગયા છે.ભાજપના નગર સેવક હની ટ્રેપમાં ફસાતા ચકચાર મચી ગઈ છે.નોંધનીય છે કે,અગાઉ રાજકોટમાં પણ ભાજપના નેતા આ પ્રકારની ઘટનાનો શિકાર બન્યા હતા.રાજકોટ ભાજપના નેતાએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી છે કે,અજાણી યુવતીએ વીડિયો કોલ મારફત તેમને બ્લેકમેલિંગકરી રહી છે.સાઇબર ક્રાઇમને કરેલી અરજીમાં ભાજપના નેતાએ જણાવ્યું છે કે, ગત 27મી માર્ચે સવારે એક યુવતીના ફેસબૂક એકાઉન્ટમાંથી વારંવાર વીડિયો કોલ આવી રહ્યો હતો.વારંવાર વીડિયો કોલ આવતાં નેતાએ કોલ રિસીવ કર્યો હતો.કોલ રિસીવ કરતાંની સાથે જ કોલ કરનાર યુવતીએ પોતાના કપડા ઉતારવાના ચાલું કરી દીધા હતા.આ પછી વીડિયો કોલ કરનારે ફરી નેતાને ફોન કરીને વીડિયોનું રેકોર્ડિંગ થઈ ગયું હોવાનું જણાવી કેસ કરવાની ધમકી આપી હતી.તેમજ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી પૈસા માંગી બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ભાજપના નેતાના ફોટામાં એડિટિંગ કરી ફોટો અલલોડ કરી પૈસાની માંગ કરી હતી.યુવતીના એકાઉન્ટમાં પૈસા નાંખવા ધમકી આપી હતી.અલગ અલગ મોબાઇલ નંબરથી ફોન કોલ કરી નેતાને ધમકીઓ પણ આપી હતી.સાયબર ક્રાઇમ પોલીસ મથક દ્વારા બ્લેકમેઈલિંગ કરતી ટોળકીની શોધખોળ કરવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, અગાઉ પણ આ પ્રકારની અમુક અરજી આવી છે.પોલીસ દ્વારા આ ટોળકી સુધી પહોંચવાનો પ્રયાસ કરાયો હતો,પરંતુ કોલ ડીટેલ સીડીઆર વેસ્ટ બેંગાલનો હોય છે તો કાર્ડનું લોકેશન યુપી તરફનું હોય છે.કાર્ડ પણ બીજાના નામે હોય છે,જેથી આવા કોલ કરનાર સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ બની જતું હોય છે.

Share Now