ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકની મેચ ફિક્સરો સાથેની સંડોવણી

38

દુબઇ : ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકે આઈસીસીની એન્ટી કરપ્શન કમિટી સામે કબૂલ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી તે નિવૃત્તિ બાદ જુદી જુદી ટીમનો કોચ કે બોલિંગ કોચ રહ્યો હતો તે દરમ્યાન તેણે મેચ ફિક્સરો જોડે સાંઠગાંઠ રાખી હતી.

તેણે આ અંગેની તમામ વિગતો આપતી કબૂલાત કરી હતી.આઈસીસીએ સ્ટ્રીક પર કોઇપણ ક્રિકેટને લગતી જવાબદારી કરવા પર આઠ વર્ષનો પ્રતિબંધ જાહેર કર્યો છે.

સ્ટ્રીકની આ કબૂલાતના છાંટા આઈપીએલ પર પણ ઊડયા છે કેમ કે તે બે સિઝન માટે કોલકાતા નાઈટ રાઈડર્સનો કોચ પણ રહી ચૂક્યો છે. ૪૭ વર્ષીય સ્ટ્રીકે આચારસંહિતાની પાંચ કલમોનો ભંગ કર્યો હોવાનું પૂરવાર થયું છે.૨૦૧૮ની આઈપીએલમાં તેણે ભ્રષ્ટાચાર કર્યો હતો.

સ્ટ્રીકે આઈસીસીની એન્ટી કરપ્શન કમિટી (ઈન્ટીગ્રીટી યુનિટ)ના જનરલ મેનેજર એલેક્સ માર્શલ સમક્ષ કબુલ્યું હતું કે તે કોચ તરીકે હતો ત્યારે ટીમના અને મીટિંગની અંદરની વાતો બુકી કે એજન્ટને જણાવતો હતો.આવી વ્યક્તિઓને ખેલાડીઓ જોડે પણ ભેટો કરાવી આપતો હતો.

ભારત,પાકિસ્તાન,અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની લીગની કેટલીક મેચો હવે શંકાના દાયરામાં આવી છે. ૨૦૧૮ની ઝિમ્બાબ્વે,શ્રીલંકા અને બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ તે ઝિમ્બાબ્વેનો કોચ હતો ત્યારે તેણે આ રીતે ભ્રષ્ટાચાર આચર્યો હતો તેમ કબૂલાત કરી છે.

સ્ટ્રીકે ચોંકાવનારી વાત એ પણ કરી કે તેણે બિટકોઇનમાં પણ આ રકમ સ્વીકારી હતી. સ્ટ્રીક ૬૫ ટેસ્ટ અને ૧૮૯ વન ડે પણ રમ્યો હોઇ એ વાત નકારી ન શકાય કે તેણે આ વખતે પણ ફિક્સરો જોડે હાથ ન મિલાવ્યા હોય.

સ્ટ્રીકે ચાર ખેલાડીઓ અને એક ટીમના કેપ્ટનને બુકીના એજન્ટ જોડે મુલાકાત કરાવી હતી.સ્ટ્રીક ભેટ સોગાદો,પ્રવાસની મહેમાનગતિ પણ માણી હતી. ૨૦૧૮ની આઈપીએલમાં પણ તેની ભૂમિકા શંકાસ્પદ હતી.

Share Now