રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધ્યું છે. 16 એપ્રિલે રાજ્યમાં 8,920 જેટલા પોઝિટિવ કેસો સામે આવ્યા હતા.આ ઉપરાંત 3,383 દર્દી સારવાર લઈને સ્વસ્થ થયા હતા.કોરોનાની સારવાર લઈને સાજા થવાનો દર 85.73 ટકા થયો છે.જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા 97 ટકા કરતાં વધારે હતો.હાલ રાજ્યમાં 49,737 એક્ટિવેટ છે અને તેમાંથી 283 લોકો સારવાર લઇ રહ્યા છે.રાજ્યમાં 5170 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે 16 એપ્રિલે કુલ 94 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.જેમાં સૌથી વધારે મૃત્યુ સુરત અને અમદાવાદમાં નોંધાયા છે અમદાવાદમાં 25 લોકોના મોત થયા છે તો સુરતમાં 24 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે.
કોરોનાની મહામારી વચ્ચે પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે કોઈ જગ્યા પર મનફાવે તેમ સીટી સ્કેન HRCT THORAX અને દવાના ભાવ લેવામાં આવે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સીટી સ્કેનના ભાવ નક્કી કરવામાં આવ્યા છે.રાજ્ય સરકાર દ્વારા સીટી સ્કેનનો ભાવ 3,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.એટલે આજથી સમગ્ર રાજ્યમાં કોઈ પણ દર્દીને સીટી સ્કેન કરાવવો હશે તો તેને માત્ર ત્રણ હજાર રૂપિયા આપવા પડશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના ધ્યાને આવ્યું હતું કે, અલગ-અલગ શહેરોમાં ડાયગ્નોસ્ટિક મનફાવે તે રીતે દર્દીઓ પાસેથી પૈસાની વસૂલાત કરે છે.એટલે આવી મહામારી વચ્ચે કોરોનાના દર્દીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને તેમને મુશ્કેલીમાંથી રાહત મળે તે માટે ગુજરાતની સરકાર દ્વારા સંવેદનશીલ અભિગમ અપનાવવામાં આવ્યો છે અને નક્કી કરવામાં આવ્યું છે કે, તમામ ડાયગ્નોસ્ટિક સેન્ટર માટે સીટી સ્કેનના ભાવ 3000 રૂપિયા લેવામાં આવે.આ ભાવ નક્કી કર્યા બાદ આજથી કોઈ પણ જગ્યા પર ગુજરાતના કોઇપણ શહેરમાં ડાયગ્નોસ્ટિક સેન્ટર કે લેબોરેટરી HRCT સીટી સ્કેનના ભાવ 3 હજાર કરતા વધારે લેશે તો રાજ્ય સરકાર દ્વારા લેબોરેટરી અને ડાયગ્નોસ્ટિક સેન્ટર માં સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.સાથે જ તેમને લેબોરેટરી અને ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં સંચાલકોને કોરોનાના દર્દીઓને વધુમાં વધુ રાહત આપી શકાય તે બાબતે તત્પર રહેવાની પણ અપીલ કરી છે.