અંબાજીમાં સ્વૈચ્છિક લૉકડાઉનનો લેવાયો નિર્ણય, બુધવારથી સતત 3 દિવસ રહેશે બંધ

150

યાત્રાધામ અંબાજીમાં હાલ દિન પ્રતિદિન કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે.ત્યારે આજે પણ 76 ઉપરાંત કોરોનાનાં પોઝીટીવ એક્ટીવ કેસ છે.અને અંબાજીમાં કોરોના કેસોના વધારા સાથે 37 કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરવામાં આવ્યા છે.હાલમાં વધતાં જતાં કોરોનાની આ સાંકળ તોડવા અંબાજીનાં તમામ વેપારીઓ એસોસિયેશનનાં અગ્રણીઓની એક બેઠક અંબાજી કોમ્યુનીટી હોલ ખાતે અધિક કલેકટરની અધ્યક્ષતામાં યોજાવામાં આવી હતી.

જોકે આ બેઠકમાં સતત વધતાં કોરોનાનાં પોઝીટીવ કેસોને લઇ ચિંતા વ્યક્ત કરાઇ હતી. અને આગામી સમયમાં લોકોની ભુલનું ભોગ ન બનાય તે માટે સ્વૈચ્છિક લોકડાઉન માટેનો વિચાર વ્યક્ત કરાતાં વેપારીઓ દ્વારા આવતીકાલ મંગળવારે સાંજનાં 5 વાગ્યા બાદ પોતાના વેપાર-ધંધા બંધ રાખવાં તેમજ બુધવારથી સતત ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકાડાઉન કરી પોતાના વેપારી ધંધા બંધ રાખવાની પણ ઉપસ્થીત અધીકારીઓ સાથે સહમતી સધાઇ હતી અને શનિવારથી બપોરે 1.00 વાગ્યા બાદ સંપુર્ણપણે તમામ વેપારીઓ આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયનાં વેપાર ધંધા અચોક્કસ સમય માટે બંધ રાખવાનું આ મીટીંગમાં નક્કી કરવામાં આવ્યું હતું.આ બેઠકનું પી.આઇ,મામલતદાર,ટી.એચ.ઓ સહીતનાં તાલુકાનાં અધીકારીઓ ઉપસ્થીત રહી કોરોનાની ચેઇન તોડવામાં સફળતા મળે તેવું જણાવાયું હતું.

હાલ અંબાજીમાં 37 કન્ટેઇનમેન્ટ ઝોન સહીત સમગ્ર અંબાજીમાં કોરોનાની જાગૃતિ માટે પોલીસ,રેવન્યુ,અધીકારી તેમજ આરોગ્ય વિભાગનાં અધીકારીઓ દ્વારા લોકોમાં અવેરનેશ માટે માઇક સાથે વાહન ફ્લેગ માર્ચ યોજી લોકોને કોરોનાથી બચવા આહવાન કર્યુ હતું.

Share Now