રાજકોટ : બ્રાહ્મણ પરિવાર ઉપર આવી પડેલી વિપદામાં મદદરૂપ થતા કોર્પોરેટર નરેન્દ્ર ડવ

56

– નિરાધાર અને અપરણીત કોરોના દર્દીની અંતિમ યાત્રાની સઁપૂર્ણ વ્યવસ્થા જાતે કરી

રાજકોટ : વોર્ડ નં.16 ના 108 ની છાપ ધરાવનાર કોર્પોરેટર નરેન્દ્ર ડવ દ્વારા નિરાધાર અને અપરણીત કોરોનાના દર્દીની અંતિ યાત્રાની સઁપૂર્ણ વ્યવસ્થા પોતે જાતે કરી,વોર્ડ નં. 16 મા નિલકંઠ સિનેમા પાછળ મેહુલનગર શાળા નં.49 ની સામે રહેતા નિરાધાર અને અપરણીત બે ભાઇઓ કે તેમાં બ્રાહ્મણ પરિવારના મોટાભાઇ જગદીશભાઇ ઘનશ્યામભાઇ ભટ્ટ (ઉ.વ.પપ) ને ત્રણ દિવસ પહેલા કોરોનાની બિમારી મા સપડાતા તેની સારવારની વ્યવસ્થા પણ વોર્ડ નં. 16 ના સક્રીય કોર્પોરેટર નરેન્દભાઇ ડવે કરાવેલ,સીવીલ હોસ્પિટલ કે પ્રાઇવેટ હોસ્પિટલમાં ચિકકાર દર્દીઓને ટ્રાફીકના કારણે બેડના મળતા નરેન્દ્ર ડવે આરોગ્ય કેન્દ્ર વોર્ડ નં.16 માં ત્રણ દિવસ સારવાર કરાવી હોમ કોરન્ટાઇન કરાવેલ આ સારવાર કારગતના નિવડતા તેમના ઘરે ગઇકાલે બપોરે અવસાન થતાં જગદીશભાઇ ભટ્ટ (ઉ.વ.પપ) તેમની અંતિમવિધી કરવા તેમના નાનાભાઇ જે પણ ખુબ જ આર્થિક ભીંસમાં હોય કોઇ ટેકો દેવાવાળુ ના હતું.તે પણ નાના વ્યવસાય વાળા હતા.આ સમયે વોર્ડના પૂર્વ પ્રમુખ જયેશભાઇ દવેનો સંપર્ક કરી તરત જ મરણ નોંધ નો દાખલો નિહારનો સામાન લઇ આપીયો અને બાપુનગરના સ્મશાનમાં પણ ભીડ હોવાથી મવડી સ્મશાનમાં તરત જ અંતિમ વિધીની માત્ર એક જ કલાકમાં વ્યવસ્થા કરાવી.

આ સ્મશાન યાત્રામાં નરેન્દ્રભાઇ ડવ પોતાના એક કાર્યકર ને સાથે લઇ ગયા અને આવી ગંભીર પરિસ્થિતિમાં રડતા તેના નાનાભાઇ કમલેશભાઇ ભટ્ટને ખભ્ભા ઉપર હાથ મુકીને સાંત્વના આપી કે તમારા ઉપર આવી પડેલ વિપદા મા હું તમારી સાથે જ છુ તમારા ઉપર આવેલ કોરોનાની આફરી ના સમયે ગુજરીજનાર મોટાભાઇ જગદીશભાઇ ભટ્ટની ઉતર ક્રિયામા પણ હુ ભટ્ટ પરિવારની સાથે જ છું.આવી સાત્વના આપતા મવડી સ્મશાને બીજી સ્મશાન યાત્રા લઇને આવેલા લોકો પણ ભાજપના 108 કોર્પોરેટર નરેન્દ્રભાઇ ડવ ની સેવાને નમસ્કાર કરીને બીરદાવી હતી.વોર્ડ નં. 16 ના ચારેય કોર્પોરેટરનું કાર્યાલય કોઠારીયા રોડ શિયાણી ચેમ્બર ખાતે સવારના સાત વાગ્યે ખુલી જાય છે અને રાત્રે આઠ વાગ્યા સુધી સતત ખુલ્લુ રાખવામાં આવે છે લોકોને ત્યાંથી આયુર્વેદીક દવા પણ આપવામાં આવે છે.

Share Now