ગુજરાતમાં કોરોનાને કાબૂમાં લાવવા સરકારે ભાજપ નેતાઓને કાબૂમાં રાખવા પડશે, C R પાટીલ ફરી ભાન ભૂલ્યાં

211

– રાજ્યમાં કોરોનાકાળમાં પણ ભાજપ નેતાઓ બેફામ છે અને નિયમોનું પાલન નથી કરી રહ્યા.

– વલસાડમાં કોવિડ ગાઇડલાઇનનો કર્યો ભંગ
– રાજ્યમાં કોરોનાકાળમાં પણ ભાજપ નેતાઓ બેફામ

વલસાડ : ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે હવે લાગી રહ્યું છે કે ગુજરાતમાં જો કોરોના વાયરસના કેસને કાબૂમાં લાવવો હોય તો પહેલા ભાજપ નેતાઓને કાબૂમાં લાવવા પડશે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે અને સરકાર દ્વારા લોકોને સતત માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.રાજ્યમાં સંક્રમણનો રાફડો ફાટ્યો છે અને જનતામાં ચૂંટણીઓ સામે રોષ છે.પ્રજામાં એક ભાવ છે કે ચૂંટણીઓમાં ભીડ ભેગી કર્યા બાદ જ આ સંક્રમણ ફેલાયું છે ત્યારે ભાજપના નેતાઑ શરમ નેવે મૂકીને હજુ પણ ભીડ ભેગી કરી રહ્યા છે.

પાટીલે કાર્યકર્તાઓ સાથે માસ્ક વિના પડાવ્યા ફોટા

દેશના પ્રધાનમંત્રી હોય કે પછી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બધા જ નેતાઑ અત્યારે જનતાને કહી રહ્યા છે માસ્ક પહેરીને રહો અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરો,પરંતુ કદાચ તેમના નેતાઓની આ વાતો અને શિખામણ ભાજપ નેતાઓને જ નથી સમજાઈ રહી.એક તરફ જ્યાં જનતા પરેશાન થઈ રહી છે ત્યાં બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ હજુ પણ કોરોનાની ગાઈડલાઇનનો ભંગ કરી રહ્યા છે.

પાટીલની આસપાસ કાર્યકર્તાઓના ટોળા જોવા મળ્યા

વલસાડમાં એક ડુંગરીરોલ ગામમાં રકતદાન શિબિર પહોંચેલા સી.આર પાટિલે ફરીવાર કોરોના વાયરસની ગાઈડલાઇનનો ભંગ કર્યો હતો.સી.આર પાટિલે માસ્ક વિના કાર્યકર્તાઑ સાથે ફોટો પડાવ્યા,આટલું જ નહીં તેમની સાથે આવેલા કાર્યકર્તાઓએ પણ માસ્ક પહેર્યું જ નહોતું.હદ તો ત્યાં થઈ ગઈ કે પાટિલે અહિયાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વિના બિન્દાસ ફોટો પણ પડાવ્યા ત્યારે સવાલ ઊભો થાય છે કે પ્રજાને માસ્ક માટે દંડતી પોલીસની કોઈ હિંમત છે કે સી આર પાટિલને દંડ ફટકારી શકે?

સળગતા સવાલ

– શું સી.આર.પાટીલને માસ્ક ન પહેરવા બદલ દંડ કરાશે?
– સામાન્ય લોકો પાસેથી દંડ લેતું તંત્ર સી.આર.પાટીલ પાસે દંડ લેવાની હિંમત ધરાવે છે?
– સી.આર.પાટીલને કોઇ નિયમો નથી લાગું પડતા?
– ભાજપ પ્રદેશ પ્રમુખ છે એટલે શું નિયમોનું પાલન નહીં કરવાનું?
– કોરોનાના કહેર વચ્ચે નિયમોનું ઉલ્લંઘન કેમ?
– ગંભીર સ્થિતિ વચ્ચે આવી બેદરકારી?
– ફોટો પડાવો જરૂરી છે કે નિયમોનું પાલન?

Share Now