22મી સપ્ટેમ્બર સુધીમાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 74 ટકા વધીને રૂ. 5.70 લાખ કરોડ

28

– ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી રિફંડ પેટે રૂ. 75,111 કરોડ ચૂકવાયા
– ગત નાણાકીય વર્ષના સમાનગાળામાં આ રકમ રૂ. 3.27 લાખ કરોડ હતી 2019-20માં નેટ ડાયરેક્ટ કલેક્શન રૂ. 4.48 લાખ કરોડ હતું

નવી દિલ્હી : ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં નેટ પર્સનલ અને કોર્પોરેટ ટેક્સ કલેક્શન 74 ટકા વધીને 5.70 લાખ કરોડ રૂપિયા રહ્યું છે.એડવાન્સ ટેક્સ અને ટીડીએસ પેમેન્ટને કારણે આ વૃદ્ધિ જોવા મળી છે.એક એપ્રિલથી 22 સપ્ટેમ્બર સુધીમાં નેટ ડાયરેક્ટ ટેક્સ 5,70,568 કરોડ રૂપિયા રહ્યું છે.ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં આ રકમ 3.27 લાખ કરોડ રૂપિયા હતી.એટલે કે ગયા વર્ષની સરખામણીમાં 74.4 ટકાનો વધારો જોવા મળ્યો છે તેમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ(સીબીડીટી)એ એક નિવેદનમાં જણાવ્યું છે.

નાણાકીય વર્ષ 2019-20ની સરખામણીમાં 27 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. 2019-20માં નેટ ડાયરેક્ટ કલેક્શન 4.48 લાખ કરોડ રૂપિયા હતું.એક એપ્રિલથી 22 સપ્ટેમ્બર, 2021 સુધી ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 6.45 લાખ કરોડ રૂપિયા રહ્યું છે.જે ગયા વર્ષની સરખામણીમાં 47 ટકા વધારે છે.

ગયા વર્ષના સમાન ગાળામાં ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 4.39 લાખ કરોડ રૂપિયા રહ્યું હતુ.નાણાકીય વર્ષ 2019-20ની સરખામણીમાં પણ ચાલુ નાણાકીય વર્ષનું અત્યાર સુધીનું ગ્રોસ ડાયરેક્ટ કલેક્શન16.75 ટકા વધારે છે. 2019-20ના સમાન ગાળામાં ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેકશન 5.53 લાખ કરોડ રૂપિયા હતું.

એડવાન્સ ટેક્સ પેટે 2.53 લાખ કરોડ રૂપિયા એક્ત્ર થયા છે. જ્યારે ટીડીએસને કારણે 3.19 લાખ કરોડ રૂપિયા એક્ત્ર થયા છે.સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ રૂ. 41,739 કરોડ રૂપિયા,રેગ્યુલર એસેસમેન્ટ ટેક્સ 25,558 કરોડ રૂપિયા અને ડિવિડન્ટ ટ્રિસ્ટીબ્યુશન ટેક્સ4406 કરોડ રૂપિયા રહ્યું છે.ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં રિફંડ પેટે 75,111 કરોડ રૂપિયા ચુકવવવામાં આવ્યા છે.

Share Now