ઉત્તરપ્રદેશ,તા.24 સપ્ટેમ્બર : દેશમાં ભારે ચકચાર મચાવનાર ધર્માંતરણ કાંડમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે.યુપી એટીએસ દ્વારા તાજેતરમાં મૌલાના કલીમ સિદ્દીકીની પણ આ મામલામાં ધરપકડ કરાઈ છે.હવે યુપી એટીએસને મૌલાના કલીમ સિદ્દીકી અને એજન્ટ વચ્ચેની વાતચીતની એક ઓડિયો ક્લીપ હાથ લાગી છે.
મૌલાના કલીમનો આ વાયરલ વિડિયો હોવાનો દાવો પોલીસે કર્યો છે અને કહ્યુ છે કે, ધર્માંતરણના કાંડમાં હિન્દુ યુવતીઓ પણ ટાર્ગેટ પર હતી.વાતચીતમાં એજન્ટ કહેતો સંભળાય છે કે, લોકડાઉનના કારણે હિન્દુ યુવતીઓ મળી રહી નથી,જેના પર મૌલાના કહે છે કે, ધર્માંતરણ જે રીતે થવુ જોઈએ તે રીતે થઈ રહ્યુ નથી.
પોલીસનુ કહેવુ છે કે, વાયરલ ઓડિયોમાં હિન્દુ યુવતીઓના ધર્માંતરણ કરવાની વાત કહેવામાં આવી છે.દરમિયાન બીજા પણ કેટલાક એવા મામલા સામે આવી રહયા છે જેના તાર સીધા કલીમ સિદ્દીકી સાથે જોડાઈ રહ્યા છે.આ મામલાઓમાં લોકોને ધર્માંતરણ માટે ભડકાવવામાં આવ્યા છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે આવા જ એક કિસ્સામાં રાજસ્થાનના મેમચંદનુ ધર્માંતરણ કરાયુ હતુ અને તેને બાદમાં મહોમ્મદ અનસ નામ અપાયુ હુત.મેમંચદનુ કહેવુ છે કે, દાવ એ ઈસ્લામ ટ્રસ્ટમાં ધર્માંતરણનુ જ કામ કરવામાં આવે છે.જેમાં હિન્દુ ધર્મના નામે ભડકાઉ વાતો કરવામાં આવે છે.મને કલીમ સિદ્દીકીએ એક પુસ્તક આપ્યુ હતુ.જેમાં મંત્ર તંત્ર કરીને હિન્દુ યુવતીઓને કેવી રીતે ફસાવવી તે બાબતનો ઉલ્લેખ છે.