5 જૂને એકાદશી : અપરા એકાદશીનું વ્રત અને પૂજા કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ નષ્ટ થાય છે

36

વૈશાખ મહિનાના વદ પક્ષની એકાદશીને અપરા કે અચલા એકાદશી કહેવામાં આવે છે.આ વખતે અપરા એકાદશી 5 અને 6 જૂનના રોજ રહેશે.પરંતુ વિદ્વાનો પ્રમાણે વ્રત અને પૂજા 6 જૂનના રોજ જ કરવી જોઈએ.મહાભારત,નારદ અને ભવિષ્યપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે અપરા એકાદશીનું વ્રત અને પૂજા કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ નષ્ટ થાય છે.સાથે જ, મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.

આ વખતે વૈશાખ મહિનાના વદ પક્ષની અપરા એકાદશી તિથિ 5 જૂન,શનિવારે સૂર્યોદય પહેલા જ એટલે સવારે લગભગ 4 વાગે જ શરૂ થઈ જશે.પછી બીજા દિવસે એટલે 6 જૂન,રવિવારે સૂર્યોદય પછી લગભગ સાડા 6 વાગ્યા સુધી રહેશે.પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે પ્રો. રામનારાયણ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે જ્યારે એકાદશી તિથિ બે દિવસ સુધી સૂર્યોદય સમયે રહે તો બીજા દિવસે આ વ્રત-પૂજા અને સ્નાન-દાન કરવું જોઈએ.મહાભારતમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે પાંડવોએ અપરા એકાદશીનો મહિમા ભગવાન શ્રીકૃષ્ણના મુખ દ્વારા સાંભળ્યો હતો.

શ્રીકૃષ્ણના માર્ગદર્શનમા આ વ્રતને કરીને મહાભારત યુદ્ધમા વિજય પ્રાપ્ત કરવામાં આવ્યું નહોતું.આ એકાદશી વ્રત કરવાથી અનેક યજ્ઞનું ફળ મળી શકે છે.આ તિથિએ ભગવાન ત્રિવિકમ એટલે વામન દેવતાની પૂજા કરવાથી વિશેષ પુણ્ય મળે છે.આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા મળે છે.આ દિવસે નિયમ અને વિધિ દ્વારા ભગવાનની સ્તૃતિ કરવાથી સુખ-સમૃદ્ધિ મળે છે અને દરેક પ્રકારના સંકટોમાથી પણ મુક્તિ મળે છે.આ વ્રતના પ્રભાવથી દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે.સાથે જ આરોગ્ય પણ મળે છે

Share Now