IBC હેઠળ રૂ. 60,000 કરોડ રિકવર થવાની અપેક્ષા

23

મુંબઈ : ઈન્સોલવેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઈબીસી) હેઠળ કોર્પોરેટ ઈન્સોલવેન્સી રિઝોલ્યુશન પ્રોસેસના સફળ ઉકેલ મારફત વર્તમાન નાણાં વર્ષમાં ધિરાણદારોને ડીફોલ્ટ કંપનીઓ પાસેથી રૂપિયા ૫૫૦૦૦થી રૂપિયા ૬૦,૦૦૦ કરોડ રિકવર થવાની શકયતા છે.

ઈક્રાના એક અહેવાલ પ્રમાણે,ગયા નાણાં વર્ષમાં આ પ્રક્રિયા હેઠળ ધિરાણદારો માત્ર રૂપિયા ૨૬૦૦૦ કરોડ રિકવર કરી શકયા હતા.નાણાં વર્ષ ૨૦૨૦માં વસૂલાયેલી રકમની સરખામણીએ આ આંક ૨૫ ટકા જેટલો થવા જાય છે.આઠથી નવ મોટા લોનધારકોનો ઉકેલ કેટલો સફળ રહે છે તેના પર વર્તમાન નાણાં વર્ષના રિકવરી આંકનો આધાર રહેશે.

કોરોનાની બીજી લહેર જો ઝડપથી નબળી નહીં પડે તો રિકવરીના અંદાજિત આંક પર અસર પડી શકે છે કારણ કે, કોરોનાને કારણે ગયા નાણાં વર્ષમાં ઉકેલ પ્રક્રિયા પર અસર પડી હતી તેવી જ અસર વર્તમાન વર્ષમાં પણ જોવા મળવા સંભવ છે.

૨૦૧૬થી દેશમાં લાગુ થયલ આઈબીસી હેઠળ ૪૩૭૬ કોર્પોરેટ ઈન્સોલવેન્સી રિઝોલ્યુશન પ્રોસેસ હાથ ધરાઈ હતી અને વર્તમાન વર્ષના માર્ચના અંત સુધીમાં ૨૬૫૩ કેસ બંધ કરાયા હતા.

Share Now