અનોખો સંયોગ : આવતી કાલે સૂર્યગ્રહણ તેમજ સૂર્યપુત્ર શનિદેવની જયંતિ, ભારતમાં નહીં દેખાય અસર

61

૧૦ જૂને વૈશાખ વદ અમાસના દિવસે અનોખો સંયોગ છે.આ દિવસે મહત્વની ખગોળીય અને ધાર્મિક ઘટના ઘટી રહી છે.આ દિવસે ચાલુ વર્ષ ઈ.૨૦૨૧નું સૂર્યગ્રહણ યોજાશે જે કંકણાવૃતિ છે અને ભારતમાં દેખાશે નહીં તો આ જ દિવસે ન્યાયના દેવ અને સૂર્યના પુત્ર શનિદેવની જન્મજયંતિ સૌરાષ્ટ્ર સહિત રાષ્ટ્રભરમાં શ્રધ્ધાપૂર્વક ઉજવાશે.

આ વખતે આ જ દિવસે ન્યાયના દેવતા શનિદેવ જયંતિ પણ ઉજવાશે.સૌરાષ્ટ્રમાં અનેક શનિ મંદિરો આવેલા છે અને ધર્મસ્થાનોએ જાહેર કાર્યક્રમોની હાલ કોરોના કાળમાં સરકારે મનાઈ ફરમાવી છે ત્યારે લોકો શનિદેવની ઘરે રહીને પૂજા-પાઠ કરશે. પુરાણો-શાસ્ત્રો અનુસાર શનિદેવ સૂર્યના પુત્ર છે, વૈજ્ઞાાનિક રીતે પણ સમસ્ત સૃષ્ટિના પ્રાણ સૂર્ય ગણાય છે.શાસ્ત્રો અનુસાર મૃત્યુના દેવતા યમરાજ, મનુ, મહાભારત કાળના મહાપ્રતાપી કર્ણ,રામાયણ કાળના સુગ્રીવ વગેરે સૂર્યપુત્ર જ ગણાય છે.શનિની પનોતી અંગે આમ મનુષ્યોમાં વ્યાપક માન્યતાઓ રહેલી છે પરંતુ, શાસ્ત્રો અનુસાર શનિદેવ સારા વિચાર,વાણી,વર્તનનું હંમેશા સારુ ફળ આપે છે અને એ જ રીતે પાપકર્મ માટે દંડ કરે છે.

સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્રમા આવી જાય ત્યારે ધરતી પર સૂર્યના કિરણો પહોંચતા નથી અને ચંદ્રની છાયા પડે છે જે સૂર્યગ્રહણ કહે છે.આ ખગોળીય ઘટના દર વર્ષે થાય છે.ભારતીય સમય મૂજબ બપોરે ૧.૪૨ વાગ્યે ગ્રહણ શરુ થશે, બપોરે ૪.૧૧ મિનિટે મધ્ય સમય અને સાંજેૈ ૬.૪૧ મિનિટે મોક્ષ થશે.પરંતુ, આ ગ્રહણ ભારતમાં મોટાભાગે દેખાશે નહીં અને તે કારણે ભારતમાં તેનું સૂતક નહીં લાગે તેમ મનાય છે.વિજ્ઞાાન જાથા અનુસાર મૃગશીર્ષ નક્ષત્રમાં અને વૃષભ રાશિમાં થનારું આ સૂર્યગ્રહણ ઉત્તર કેનેડા,ગ્રીનલેન્ડ,રશિયા,કંકણ જેવી આકૃતિમાં દેખાશે જ્યારે અમેરિકાના ઉત્તર ભાગ,યુરોપ,એશિયામાં ખંડગ્રાસ સૂર્યગ્રહણનો નજારો જોવા મળશે.

Share Now