Instagramએ ભગવાન ભોળાનાથની તસવીર સાથે કરી એવી છેડછાડ કે ભક્તો ભડક્યા, કેસ દાખલ

33

– ભગવાન ભોળાનાથની તસવીર સાથે છેડછાડ
– દિલ્હીમાં નોંધાઇ Instagram વિરુદ્ધ ફરિયાદ
– હિન્દુ ધર્મની લાગણીઓ દુભાવવાનો આરોપ

સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે કારણકે તેણે ભગવાન શિવની તસવીરને અપમાનજનક રીતે બતાવી હતી.ઇન્સ્ટાગ્રામ પર શિવ કી-વર્ડ સર્ચ કરવાથી શિવની તસવીરને ખરાબ રીતે બતાવવામાં આવી રહી હતી.જેમાં ભગવાન શિવના હાથમાં વાઇનનો ગ્લાસ બતાવવામાં આવતો હતો.હિન્દુ ધર્મના લોકોની લાગણીને આ તસવીરથી આઘાત લાગ્યો હોવાની ફરિયાદ નોંધાવી છે.

BJP સાથે જોડાયેલા મનીષ સિંહે કહ્યું કે આ સ્ટીકરને બનાવવાનો હેતુ માત્ર હિન્દુ ધર્મના લોકોની લાગણીને દુભાવવાનો જ છે.આ હરકત માટે ઇન્સ્ટાગ્રામના CEO અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઇએ.તેમણે કહ્યું કે આ પહેલા પણ ઇન્સ્ટાગ્રામ પર હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાય તેવા સ્ટીકર્સ બની જ ચૂક્યા છે.જો તેમણે માફી નહી માગી તો પ્રદર્શન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ પ્રકારના ઘણા મામલા સામે આવતા રહે છે. થોડા દિવસ પહેલા કન્નડ ભાષાને સૌથી અભદ્ર ભાષા ગણાવતા વિવાદ સર્જાયો હતો અને ગૂગલે તેના માટે માફી પણ માગી લીધી હતી.કેટલાક દિવસ પહેલા એમેઝોને એવી બિકીની લોન્ચ કરી હતી કે જેમાં કર્ણાટકનો ધ્વજ હતો,આ પ્રકારની આપત્તિજનક પ્રોડક્ટ સામે કર્ણાટકની સરકારે એક્શન લીધુ અને બાદમાં એમેઝોને તે પ્રોડક્ટને હટાવી લીધી હતી.ભારત સરકારે દેશમાં નવો IT કોડ લાગૂ કર્યો છે.મામલો અદાલત સુધી પહોંચી ગયો છે અને ટ્વિટ રહિત અન્ય સોશ્યલ મિડીયા પ્લેટફોર્મનો સરકાર સાથે વિવાદ ચાલી રહ્યો છે.આ નિયમો માનવાની જગ્યાએ કંપનીઓએ તેના પર આપત્તિ જતાવી છે.

Share Now