બારડોલીના માણેકપોર નજીકથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે બે વ્યક્તિ ઝડપાયા

36

બારડોલી : સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં માણેકપોર ગામની સીમમાંથી ને.હા.નં-53 ઉપરથી એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલ કાર સાથે બે વ્યક્તિને ઝડપી પડ્યા હતા.આ બંને વ્યક્તિઓ નવાપુરથી કારમાં વિદેશી દારૂ ભરી સુરત શહેરમાં લઈ જતાં હતા તે દરમ્યાન પોલીસે ઝડપી પાડી કુલ 3.42 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેમણે બાતમી આધારે બારડોલી તાલુકાનાં માણેકપોર ગામની સીમમાં ને.હા.નં-53 ઉપર ગુરુકૃપા હોટલ નજીક વોચ ગોઠવી હતી.તે દરમ્યાન બાતમી મુજબની કાર નંબર જીજે-05-જેએ-8534 આવતા પોલીસે તેને અટકાવી હતી અને કારમાં તપાસ કરતાં વિદેશી દારૂની કુલ 42 નંગ બોટલ કિંમત રૂ. 29,400 નો જથ્થો મળી આવ્યો હતો.જ્યારે કારમાં બેસેલ બે વ્યક્તિ રણજીત રમેશભાઈ વળવી (રહે, મૌલીપાડા ફળિયું બાબરઘાટ, તા-ઉચ્છલ, જી-તાપી) તથા કરણભાઈ ધીરજભાઈ ગામીત (રહે, મૌલીપાડા ફળિયું, બાબરઘાટ, તા-ઉચ્છલ) ને ઝડપી પાડ્યા હતા.પોલીસે આ બંને વ્યક્તિની પૂછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો નવાપુરથી કારમાં ભરી સુરત શહેરમાં લઈ જઈ રહ્યા હતા.પોલીસે આ બંને વ્યક્તિઓ પાસેથી મોબાઈલ ફોન,રોકડ રકમ,દારૂ તેમજ કાર મળી કુલ 3.42 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share Now