આજથી વલસાડ – નવસારી અને દમણમાં ભારે વરસાદની આગાહી

40

– સુરત,નવસારી,ભરૂચ,વડોદરા અને તાપી જિલ્લામાં વાતાવરણમાં પલટો

વલસાડ : નૈઋત્યનું ચોમાસું દક્ષિણ ગુજરાતમાં વલસાડથી પ્રવેશી ચૂકયું છે પરંતુ મેઘરાજા હજુ બરાબર જમાવટ કરતા નથી.હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજથી વાતાવરણ પલટાયું છે અને ગુજરાતમાં ચોમાસુ આગળ વધે એ માટે ની સંપૂર્ણ અનુકૂળ પરિસ્થિતિ સર્જાવા પામી છે.આજથી દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ અને દમણમાં ભારે વરસાદની શકયતા છે અને આ સિલસિલો ચાલુ રહેશે.

આજે સવારે આઠ વાગે પુરા થતાં ૨૪ કલાકમાં ગુજરાતમાં ખાસ વરસાદ થયો નથી અમરેલી જિલ્લાના રાજુલા ખાંભા અને લીલીયામાં એકથી બે ઈંચ વરસાદ થયો છે સુરતના ઓલપાડમાં દોઢ વલસાડના પારડીમાં દોઢ વલસાડમાં એક વાપીમાં એક ઈંચ વરસાદ થયો છે કપરાડા ઉમરગામ અને ધરમપુર માં સામાન્ય ઝાપટા પડા છે.નવસારી જિલ્લાના ખેરગામમાં અડધો ઈંચ અને ચીખલી તથા વાંસદામાં સામાન્ય ઝાપટા પડા છે આવી રીતે ભચના હાંસોટ વડોદરા જિલ્લાના સિનોર તાપી જિલ્લાના વ્યારા માં વાતાવરણ પલટાયું છે અને સામાન્ય ઝાપટા પડા છે.

આજે સવારે આઠ વાગે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ગુજરાતના ૧૧ જિલ્લાના ૩૧ તાલુકામાં સામાન્ય ઝાપટાથી બે ઈંચ વરસાદ થયો છે.બંગાળની ખાડીમાં નોર્થ ઈસ્ટ દિશામાં આજે સવારે લો પ્રેશર સર્જાયું છે અને એ ઓડીશા તરફ આગળ વધી રહ્યું છે લો પ્રેશરની સાથોસાથ સાયકલોનિક સરકયુલેશન પણ છવાયુ છે અને તેના કારણે ઓડિશા છતીસગઢ સહિતના રાયોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

Share Now