ઔદ્યોગિક વિકાસ સાથે પર્યાવરણનું સંતુલન જળવાઇ રહે તે માટે કોઇ બાંધછોડ નહિ થાય : CM

83

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં પ્રક્રૃતિને પરમેશ્વરના સ્વરૂપમાં સ્વિકારવામાં આવી છે.પર્યાવરણના પંચતત્વો થકી પૃથ્વીનું સંતુલન ટકી રહ્યું છે.અસ્તિત્વના આધાર સમા આ પંચતત્વોનું જતન કરવું છે.વિશ્વ પર્યાવરણ દિવસ સમગ્ર વિશ્વના 193 જેટલા દેશમાં ઉજવાય છે.આ ઉજવણીનો આશય પર્યાવરણના સંરક્ષણ માટે લોકોને જાગૃત અને સંવેદનશીલ કરવાનો છે.ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 47 વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું. બોર્ડની વડીકચેરી ગાંધીનગર ખાતેથી આયોજીત આ વેબિનારમાં મુખ્ય્મંત્રીએ શુભેચ્છા સંદેશ થકી હાજરી આપી હતી.તેઓએ રાજ્ય સરકાર પર્યાવરણને બચાવવા પ્રતિબદ્ધ છે તેમજ વધુમાં વધુ લોકો પર્યાવરણની જાળવણી પ્રતિ જાગૃત બને તે આવશ્યક છે તેમ જણાવ્યું.

વન અને પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમારે વેબિનારમાં ગુજરાતના દરેક નાગરિકને રોજિંદી જીવનશૈલીમાં નાના પરિવર્તન થકી પર્યાવરણની સુરક્ષા અને સંરક્ષણનો સંદેશ આપ્યો ગુજરાત ઔદ્યોગિક અને પર્યવરણ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે ગુજરાત સરકારે સંતુલિત વિકાસને મહત્ત્વ આપ્યુ છે.જીપીસીબીના ચેરમેન સંજીવકુમાર વેબિનારમાં ઉપસ્થિત રહી જીપીસીબીની મહત્ત્વપૂર્ણ કામગીરી વિશે વાત કરી હતી રાજ્યમાં આવેલા કારખાનાઓમાંથી ઉત્પન્ન થતાં જોખમી કચરામાંથી કંચન બનાવવાનો અભિગમ અપનાવી અત્યાર સુધીમાં કુલ-30 મિલીયન મેટ્રીક ટન જેટલા જોખમી કચરાને સીમેન્ટ ઉધોગોમાં મોકલી સહ પ્રક્રિયા કરવામાં આવેલી છે.આનાથી કુદરતી સંશાધનો અને બળતણ જેવું કે, કોલસો,પેટ્રોલીયમ,ગેસ વગેરેના ઉપયોગમાં ઘટાડો જોવા મળેલ છે,અને જોખમી કચરાનો યોગ્ય નિકાલ કરી શક્યા છીએ.

સભ્ય સચિવે વેબિનારની શરૂઆત સ્વાગત પ્રવચનથી કરી.ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ માટે વધુ સુગમતા પૂરી પાડે છે.જીપીસીબી જોખમી કચરા,પ્લાસ્ટિક વેસ્ટ,બાયોમેડીકલ વેસ્ટ,એમિશન ટ્રેડિંગ સ્કીમ તેમજ જીપીસીબીની અન્ય સિધ્ધીઓ વિશે માહિતી આપી.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આયોજીત વેબિનારમાં વિશ્વ પર્યાવરણ દિવસ – 2021ની થીમને અનુરૂપ 6 તજજ્ઞો દ્વારા 6 વિષય પર માર્ગદર્શન આપવામાં આવેલું.આ વેબિનારમાં રિયુઝ ઓફ ટ્રીટેડ સુએઝ ફોર ઇન્ડસ્ટ્રીઅલ યુઝ અંતર્ગત આશિષ દૂબે, સીટી ઇજનેર, સુરત મ્યુ. કોર્પોરેશન,સુરત ખાતે બાયો ડાયવર્સીટી પાર્ક વિષય પર રાજેશ પંડયા, એડવાઇઝર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, પીરાણા ડમ્પીંગ સાઇટ કેસ સ્ટડી, સી.આર. ખરસાણ, આઇ.એ.એસ., ઓ.એસ.ડી.,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, કોવિડ મહામારીની વાયુ તથા પાણીની ઇકો સિસ્ટમ પર અસરો, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નાયબ મુખ્ય પર્યાવરણ ઇજનેર એન.એમ.તાભાણી,જળ સંસાધન વિભાગના મુખ્ય ઇજનેર અને નિયામક, ગુજરાત જળ સંસાધન વિકાસ નિગમ,ગાંધીનગર,વી.એસ. પટેલ,તેમજ એમ.આર. પટેલ દ્વારા જળ શ્રોતોના પુન: સ્થાપન,ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પર્યાવરણ ઇજનેર ડી.એમ. ઠાકર દ્વારા જોખમી કચરાની – પ્રોસેસીંગ વિશે માહિતી આપવામાં આવી.

“રિયુઝ ઓફ ટ્રીટેડ સુએઝ ફોર ઇન્ડસ્ટ્રીઅલ યુઝ” વિષય પર સુરત મ્યુનિસિપલ કમીશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, સુરત શહેરના ઘર-ગથ્થુ ગંદા પાણીના અગાઉ શુધ્ધિકરણ કરીને જમીન પર છોડવામાં આવતું હતું, જે હવે શુધ્ધિકરણ કરેલા પાણીનો વપરાશ ઔદ્યોગિક એકમો કરે છે જેથી નવા શુધ્ધ પાણીની બચત થાય અને પાણી પ્રદૂષણ અટકાવી શકાય. આ પ્રોજેક્ટથી 140 કરોડની આવક થશે.

સી. આર. ખરસાણ, ઓ. એસ. ડી. અમદાવાદ મ્યુનિસિપલ કમીશ્નરે અમદાવાદ પીરાણા ડમ્પીંગ સાઇટની વાત કરતા જણાવ્યું કે, એ.એમ.સી. અત્યાર સુધીમાં 33 લાખ ટન કચરો પ્રોસેસ કરી ચુક્યું છે.આવનાર 3 વર્ષમાં કચરાનો આ ઢગલો સંપુર્ણ પણે ગાયબ ( remove ) થઇ જાય તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે.આ માટે 15000 મેટ્રીક ટન કચરો રોજ પ્રોસેસ થાય છે, જેના માટે 59 ટ્રોમેલ મશીનો કાર્યરત કરવામાં આવેલા છે. છેલ્લા 40 વર્ષથી જમા થયેલ 80 ટન કચરો 80 એકર જમીનમાં ફેલાયેલો છે, જે 80 એકર જમીનોનું પુન: સ્થાપન થશે.લગભગ સાડા ત્રણ કલાકના વેબિનારમાં આશરે 9000 હજાર લોકોએ ભાગ લીધો હતો.

ઇકોસીસ્ટમ રીસ્ટોરેશનની થીમ આધારીત વિશ્વ પર્યાવરણ દિવસ પર તાઉતે વાવાઝોડાના કારણે પડી ગયેલા વૃક્ષોની ભરપાઇ કરવા વધુમાં વધુ વૃક્ષોની રોપણી કરવા પર ભાર મૂકી તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વડી કચેરી તેમજ તમામ પ્રાદેશિક કચેરીઓ દ્વારા તેઓના વિસ્તારની કચેરીઓમાં આશરે 3500 તુલસીના છોડ તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. 5-જુન થી 5-જુલાઇ સુધીમાં 11 લાખ છોડ-વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. દરેક જીલ્લામાં 84 કોવીડ હોસ્પિટલમાં કોવીડ વોરિયર્સ દ્વારા વૃક્ષો રોપવામાં આવ્યા.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં વિવિધ ઉંમર ધરાવતા લોકો માટે અલગ વિષયો પર નિબંધ સ્પર્ધા તેમજ કવીઝ કોમ્પીટીશનનું આયોજન પણ કરવામાં આવેલું જે 5 – જુન થી 10 – જુન સુધી કાર્યરત રહેશે.જેની વિગત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વેબસાઇટ (WWW.gpcb.gujarat.gov.in) પર મુકવામાં આવેલી છે.

Share Now