વોડાફોન-આઇડિયાને કુમાર મંગલમ બિરલાનો એક પત્ર 2700 કરોડ રૂપિયામાં પડ્યો

76

એક પત્ર સામે આવ્યા પછી ટૅલિકૉમ કંપની વોડાફોન-આઇડિયા લિમિટેડે(VIL) મંગળવારે એક દિવસમાં 2700 કરોડ રૂપિયાની મૂડી બજારમાંથી ગુમાવી દીધી છે.અંગ્રેજી અખબાર ‘ધ ટેલિગ્રાફ’ લખે છે કે કંપનીના ચૅરમૅન કુમાર મંગલમ બિરલાએ જૂનમાં કૅબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાને એક પત્ર લખ્યો હતો જે સાર્વજનિક થયા પછી કંપનીની મૂડીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

રિપોર્ટ અનુસાર જૂનમાં લખવામાં આવેલા આ પત્રમાં બિરલાએ દેવાં તળે દબાયેલી આ કંપનીની 27.66% ભાગીદારીને સરકારને વેચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેથી VIL ચાલતી રહે.તેમણે પત્રમાં લખ્યું હતું કે VILની આર્થિક સ્થિતિ ‘ઝડપથી ખરાબ’ થઈ રહી છે.છતાં ‘ઑપરેશનલ કાર્યક્ષમતા સુધારવા માટે બની શકે તેવા તમામ પ્રયાસ’ કરવામાં આવે છે,પરંતુ ‘VIL’ને ચલાવવા માટે અને સરકારી રકમને પરત કરવા માટે 25 હજાર કરોડ રૂપિયાની જરૂરિયાત છે.તેમણે કહ્યું હતું કે સરકારના સમર્થન વિના જુલાઈ 2021 સુધી VILની નાણાંકીય સ્થિતિ ન બદલી શકાય તેવી થઈ જશે.આની સાથે જ તેમણે કહ્યું કે તે 27 કરોડ ભારતીયો પ્રત્યે પોતાની જવાબદારી સમજીને માલિકી હક ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ રજૂ કરે છે.

Share Now