મહેસાણામાં એન્ટ્રી કરે તે પહેલા જ ગોપાલ ઈટાલીયાને પોલીસ ઉઠાવી ગઈ

117

ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિવસેને દિવસે પોતાનું કદ વધારી રહી છે.લોકો પણ આમ આદમી પાર્ટીને ત્રીજા વિકલ્પ તરીકે જોતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે મહેસાણા ખાતેથી આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના મુલાકાતના બીજા તબક્કાની શરૂ આત કરવાની હતી.તેને જ લઇને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા મહેસાણામાં યોજાનારા અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે જતા હતા તે સમયે જ મહેસાણા પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં ગોપાલ ઈટાલીયા હાજરી આપે તે પહેલા જ પોલીસ દ્વારા મહેસાણાના ટોલ પ્લાઝા પાસેથી ગોપાલ ઈટાલીયાની અટકાયત કરીને તેને પોલીસ સ્ટેશન પર લઇ જવામાં આવ્યો હતો.આ ઘટનાની જાણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને થતા તે પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.આ બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ઈશુદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને લખ્યું હતું કે, આજથી જન સંવેદના મુલાકાતના બીજા ચરણનીમાં ઉમિયાના દર્શન કરીને શરૂઆત કરવાની છે.એ વચ્ચે જ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાની મહેસાણા પોલીસે ટોલનાકા પાસેથી જુના કેસમાં ધરપકડ કરી છે.ભાજપ આ રીતે લોકોનો અવાજ દબાવશે તો લોકો ભાજપથી નફરત કરશે,હાલ હું માતાજીના દર્શનએ પહોંચી રહ્યો છું ત્યારબાદ પોલીસ સ્ટેશન પર કાર્યકર્તાઓ સાથે પહોંચીશ.

મહત્ત્વની વાત છે કે, મહેસાણાના ઉનાવા,કુકરવાડા,સતલાસણા,બાક્પુરા અને વિસનગર ખાતે આમ આદમી પાર્ટીને નેતાઓ જન સંવેદના મુલાકાત યોજવાના હતા પણ તે પહેલા જ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાની મહેસાણા પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે.ગોપાલ ઈટાલીયાની અટકાયત થઇ હોવાનાની જાણ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને થતા તેઓ પણ પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા.આ ઘટનાને લઇને કાર્યકર્તાઓમાં રોષની લાગણી પણ જોવા મળી રહી છે.

મહત્ત્વની વાત છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કદ વધી રહ્યું છે.અલગ-અલગ પક્ષ સાથે જોડાયેલા રાજકીય આગેવાનો,સામાજિક કાર્યકર્તા અને સામાન્ય લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે.ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.ત્યારે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી વિરોધ પક્ષ તરીકે મજબૂત થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે.

Share Now