ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. તેમણે આ અંગે પત્રકાર પરીષદમાં જાહેરાત કરી હતી. ત્યારે હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને પણ ચર્ચા તેજ થઈ છે.હવે ભાજપ કોને મુખ્યમંત્રીનો પદભાર સોંપે છે,તેના પર સૌની નજર મંડાયેલી છે.હવે નવા મુખ્યમંત્રી કોણ બનશે,તેને લઈને તેમણે જણાવ્યું હતું કે,મોવડી મંડળ નક્કી કરશે.એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં અકીલના તંત્રી કિરીટ ગણાત્રાએ દાવો કર્યો હતો કે, આગામી મુખ્યમંત્રી કોઈ પાટીદાર જ હશે.
તેમણે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું.મારી જેવા નાના કાર્યકરને મુખ્યમંત્રી જેવી મોટી જવાબદારી આપી.ગુજરાતના વિકાસની યાત્રામાં 5 વર્ષમાં મને જે અવસર મળ્યો તે માટે હું પ્રધાનમંત્રીનો આભાર છું.મેં મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, હવે મને જે જવાબદારી મળશે , તે હું કરીશ.હું ગુજરાતની જનતાનો પણ આભાર માનું છું.તમામ ચૂંટણીઓમાં ગુજરાતની જનતાનો ખૂબ સારો સાથ મળ્યો છે. તેમણે મંત્રી મંડળના સાથીઓ,વિધાનસભાના સાથીઓનો પણ આભાર માન્યો હતો.
તેમની સાથે નાયબ મુખઅયમંત્રી નીતિન પટેલ સહિત સિનિયર મંત્રીઓ હાજર છે.ભાજપનાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી એક દિવસની ગુજરાતની મુલાકાતે છે,ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરીષદ બોલાવી હતી.ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ ગુજરાત આવ્યા છે.કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મહામંત્રીઓ સાથે કરી બેઠક કરી હતી. બી એલ સંતોષ રૂટિન સંગઠનાત્મક મિટીંગ માટે ગુજરાત પહોંચ્યા છે.