લોકોને જલદી ન્યાય મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે : રાજેન્દ્ર ત્રિવેદી

57

ગુજરાતમાં આજે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસને ભાજપે વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરીને ઉજવ્યો.નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે રાજકોટમાં સ્વામિનારાયણ મંદિર ખાતે આવેલા હોલમાં જિલ્લાના ગરીબ લાભાર્થીઓને ગેસ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.જયારે કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોને પણ સહાય માટેના પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા

રાજ્યના નવનિયુક્ત કાયદા અને મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું કાયદા અને મહેસૂલ ખાતાનો પ્રધાન બન્યો છું.જેને લઈને આગામી દિવસોમાં લોકોને મુશ્કેલી ન પડે તે માટે નવી યોજના બનાવમાં આવશે.જયારે લોકોને જલ્દી ન્યાય મળે, સસ્તો ન્યાય મળે અને સરળ મળે તે માટેની એક આખી યોજના આગામી દિવસોમાં બનાવમાં આવશે અને એ કાર્યને આગળ વધારવામાં આવશે.તેમણે કહ્યું હતું કે કેબિનેટમાં કાયદા પ્રધાન બનાવવામાં આવ્યો છે તેમાં મારા વકીલાતના બહોળા અનુભવનો ઉપયોગ કરીશ,ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દિવસ રાત એક કરી કામ કરીશ. કોઈ પણ પડકાર અમારી સામે નથી ભૂતકાળની સરકારે બધાજ સારા કર્યો કર્યા છે તે આગળ ધપાવવાની જવાબદારી અમને મળી છે.વધુમાં તેમણે કહ્યું હતું કે લોકો સરળ રીતે ન્યાય મળે તે દિશામાં આગળ કામ કરવામાં આવશે.

Share Now