ગુજરાતના પાટનગરમાં ભાજપનો ભગવો લહેરાયો, ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ અને AAP ના સૂપડાં સાફ

133

ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકોની રવિવારે યોજાયેલી ચુંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે.જેમાં ભાજપે 44 બેઠકમાંથી બહુમતી માટે જરૂરી એવી 23 થી વધુ બેઠકો પર કબજો મેળવ્યો છે.આમ ભાજપે ગાંધીનગર મહાનગર પર જીત મેળવી લીધી છે.

ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકોની રવિવારે યોજાયેલી ચુંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે.જેમાં અત્યાર સુધી ભાજપે ત્રણ વોર્ડમાં સમગ્ર પેનલ સાથે જીત મેળવી છે.ભાજપે વોર્ડ નંબર 5,7 અને 9 માં જીત મેળવી છે.જેના પગલે ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે અને તેમણે ઉજવણી પણ શરૂ કરી દીધી છે.જો કે ભાજપની જીત નિશ્ચિત મનાઈ રહી છે. જેના પગલે બપોર બાદ કમલમ ખાતે વિજય ઉત્સવ મનાવવાની જાહેરાત કરી છે.

ગાંધીનગર મહાનગરપાલિકા જાહેર થઈ રહેલા પરિણામોમાં અનેક સ્થળોએ ભાજપની પેનલ આગળ ચાલી રહી છે.જ્યારે અનેક વોર્ડમાં બેલેટ પેપરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો શરૂઆતી લીડ લઈ રહ્યા છે. જેમાં હાલમાં મળતા સમાચાર મુજબ ગાંધીનગર વોર્ડ નંબર 1 મા ભાજપની પેનલ જીતી છે.જેમાં ચારેય ઉમેદવારો જીત્યા છે.આ ઉપરાંત ગાંઘીનગર વોર્ડ નં 5માં ભાજપની પેનલની જીત થઈ છે.જેમાં ચારેય ઉમેદવાર કિંજલકુમાર પટેલ,કૈલાશબહેન સુતરિયા,પદમસિંહ ચૌહાણ,હેમાબહેમ ભટ્ટ ની જીત

ઉલ્લેખનીય છેકે, ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી પહેલાં જ ભાજપ હાઈકમાંડે ગુજરાત સરકારનું આખેઆખું માળખું બદલી નાંખવાનો નિર્ણય લીધો હતો.જેને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું લેવામાં આવ્યું હતું.અને ત્યાર બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત સરકારના તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યાં હતાં.ત્યાર બાદ ભાજપ હાઈકમાંડે દેશના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર ગુજરાતમાં નો રીપીટ થિયરી અપનાવીને મુખ્યમંત્રી સહિત આખી સરકારના બધા જ મંત્રીઓને ઘરે બેસાડીને આખી નવી ટીમ ઉભી કરી.આ પાછળનો ભાજપના આશય વર્ષ 2022ની ચૂંટણી અને એ પહેલાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જીત હાંસલ કરવાનો હતો.કારણકે, કોરોના કાળમાં ગુજરાતમાં રૂપાણી સરકારની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા હતા.પાટીદારો પણ રૂપાણી સરકારથી નારાજ હતા.એવામાં પાટીદારો સહિત અન્ય સમાજના મતદારોની નારાજગી દૂર કરવા અને જુના જોગીઓને ઘેર બેસાડીને નવા યુવા નેતાઓને કમાન સોંપવા ભાજપે એક કાંકરે બે નિશાન સાધ્યા હતાં. ગાંધીનગર મનપામાં જીતનો પાયો પણ આ નિર્ણય સાથે જ નખાઈ ગયો હતો.

ગાંધીનગર મહાનગર પાલિકની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં પહેલીવાર ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીએ પણ આ ચૂંટણીમાં ઝુકાવ્યું હતું.આપની એન્ટ્રીને કારણે ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો હતો. જોકે, આજે મતગણતરી થતાની સાથે જ શરૂઆતના ત્રણ થી ચાર કલાકમાં જ પરિણામો સ્પષ્ટ થઈ ગયા અને ઠેર-ઠેર ભાજપનો ભગવો લહેરાતો જોવા મળ્યો.ગાંધીનગર મનપાની ચૂંટણીઓમાં એક તરફ કોંગ્રેસને માત્ર સમ ખાવા પુરતી એક જ બેઠક મળી છે. તો બીજી તરફ નવી સવી આવેલી અને બહુ ગાજેલી આમ આદમી પાર્ટી એટલેકે, AAP ના સાવ સૂપડાં સાપ થઈ ગયા છે.ગાંધીનગરમાં પાંચ વોર્ડમાં તો ભાજપની આખે આખી પેનલની જીત થઈ છે. ઝી 24 કલાકની ખબર પર ફરી એકવાર મહોર લાગી ગઈ છે.

ભાજપ દ્વારા હાલ જીતનો શ્રેય કાર્યકરોને આપવામાં આવી રહ્યો છે.બીજી તરફ કાર્યકરો જીતનો શ્રેય વિકાસના કામો અને પ્રધાનમંત્રી મોદીની છબિને આપી રહ્યાં છે.જોકે, મહત્ત્વનું છેકે, ગાંધીનગર મનપાની ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે ભાજપે માઈક્રો લેવલનું પ્લાનિંગ કર્યું હતું. અને ચૂંટણીના પ્રચાર-પ્રસારમાં પ્રદેશ અધ્યક્ષ,મુખ્યમંત્રી અને સરકારના તમામ મંત્રીઓ મેદાનમાં ઉતરીને જનમત મેળવવા પ્રયાસ કર્યો હતો.ગાંધીનગરમાં પ્રજા વચ્ચે જઈને ભાજપે જે રીતે વિકાસની વાતને મુકી એ વસ્તુએ પણ જીત માટે મોટી ભૂમિકા ભજવી છે.

ગાંધીનગર મનપામાં ભાજપની જીતના 15 મુખ્ય કારણોઃ

1) PM નરેન્દ્ર મોદીનો ચહેરો અને અમિત શાહનો પ્રભાવ
2) સી. આર. પાટીલના મજબૂત નેતૃત્વનો કમાલ
3) CM ભૂપેન્દ્ર પટેલની આગવી છાપની અસર
4) બુથ સ્તરે ભાજપની મજબૂત પકડ કામ કરી ગઈ
5) પાટીલની પેજ પ્રમુખ ફોર્મ્યુલા સફળ રહી
6) નવા સીમાંકનનો ભાજપને સીધો ફાયદો
7) ગાંધીનગરનો વિકાસ મતદારોને મોહી ગયો
8) શહેરી પ્રજા ભારતીય જનતા પાર્ટી પર ઓળઘોળ નજર આવી
9) એકપણ ચાલ, એકપણ સ્ટ્રેટેજી વિરોધીઓની કામ ન આવી
10) આમ આદમી પાર્ટીને ગાંધીનગરવાસીઓએ જાકારો આપ્યો
11) કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી
12) ચાર થી પાંચ વોર્ડમાં AAP કોંગ્રેસ કરતા આગળ રહી
13) પેરાસૂટ AAPના નેતાઓને નકાર્યા, કોંગ્રેસથી મોહભંગ
14) ચૂંટણી પહેલી ભાજપ હાઈકમાંડે બદલી નાખી આખી સરકાર
15) ભાજપે નવા ચહેરાઓને સરકારમાં સ્થાન આપતા અસર પડી

Share Now