EXCLUSIVE : પિક્ચરના ડિરેકટરને પણ ચક્કર આવે તેવી હિના-સચિનની હેરતઅંગેઝ પ્રેમ કહાણી, ક્યાંય ન હોય તેવી માહિતી

102

ગાંધીનગર : સચિન દીક્ષિત અને હિના પેથાણીના કિસ્સામાં ખુબ જ ચોંકાવનારા વળાંકો આવ્યા અને આખરે જે કેસ ખુલ્યો તે ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશ અને માનવતાને શરમજનક સ્થિતિમાં મુકે તેવો હતો.જો કે પોલીસ તપાસમાં હિના અંગે કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે.હિના ખુબ જ મુક્ત સ્વભાવ ધરાવતી યુવતી હતી. હિનાના માતા પિતા તે 5 વર્ષની હતી ત્યારે જ છુટા પડી ગયા હતા.હિનાની માતાનું એક માર્ગ અકસ્માતમાં મોત થઇ ગયું હતું.ત્યાર બાદ હિના પોતાની નાની સાથે રહેતી હતી અને ત્યાર બાદ પોતાના માસી સાથે અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેવા લાગી હતી.

પ્રેમમાં પડ્યા બાદ હિનાએ પોતાના પતિ સાથે છુટાછેડા લીધા

હિનાના લગ્ન અગાઉ આદિલ નામના એક યુવક સાથે થયા હતા.જો કે દરમિયાન તે સચિન દીક્ષિતના સંપર્કમાં આવી.આદિલ સાથે છુટાછેડા લઇ લીધા હતા.જો કે સચિનના પિતાને સંબંધ અંગે માહિતી મળતા સચિનના પિતાએ બંન્નેને ઠપતો આપતા બંન્ને છુટા પડી ગયા હતા. ત્યાર બાદ ફરી એકવાર હિના આદિલ પાસે પરત ફરી હતી.તો બીજી તરફ સચિનના લગ્ન પણ તેના પિતાએ જ્ઞાતીમાં જ કરાવી દીધા હતા.

હિના પ્રેગનેન્ટ થતા જ સચિને એબોર્ટ કરાવવા દબાણ કર્યું અને સંબંધમાં ખટાશ આવી

જો કે સચિન અને હિના વચ્ચે ફરી પ્રણય પાંગર્યો હતો.જેના કારણે હિના ફરી એકવાર સચિનનાં જીવનમાં પરત ફરી હતી.જો કે સચિનના લગ્ન થઇ ગયેલા હોવાના કારણે બંન્નેએ લિવ ઇનમાં રહેવાનો નિર્ણય લીધો હતો. જેથી બંન્ને વડોદરામાં લિવ ઇનમાં રહેવા લાગ્યા હતા.દરમિયાન હિના પ્રેગનેન્ટ થઇ જતા બંન્ને વચ્ચે ઝગડો થયો હતો.સચિન બાળકનું એબોર્ટ કરાવવા માંગતો હતો જ્યારે હિના બાળકને જન્મ આપવા માંગતી હતી.ત્યારથી જ બંન્નેના લગ્નમાં ખટાશ આવી ગઇ હતી.આખરે હિનાએ પોતાના માસીના ઘરે રહીને બાળકને જન્મ આપ્યો હતો.

હિનાએ લગ્ન માટે દબાણ કરતા બંન્નેના સંબંધોમાં ખટાશ આવી

જો કે બાળક થયા બાદ હિના સતત સચિન પર પોતાની સાથે લગ્ન કરી લેવા માટે દબાણ કરતી હતી.અગાઉથી ચાલી રહેલો ખટરાગ બાળક થયા બાદ વધારે મોટો થયો હતો.તેવામાં સચિને જ્યારે પોતે યુપી જઇ રહ્યો હોવાનું હિનાને કહ્યું ત્યારે હિનાએ મિજાજ ગુમાવ્યો હતો.સચિનને તેની સાથે જ રહેવા દબાણ કર્યું હતું.તે મુદ્દે બંન્ને વચ્ચે ઝગડો અને ઝપાઝપી થઇ હતી.આવેશમાં આવેલા સચિને હિનાનું ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી.ત્યાર બાદ હિનાના મૃતદેહને બેગમાં પેક કરીને ક્યાંય ફેંકી દેવાનું વિચાર્યું હતું.

શિવાંશ ખુબ રડવા લાગતા મૃતદેહ મુકીને સચિન ભાગ્યો

જો કે બાળક ખુબ જ રડી રહ્યું હોવાના કારણે તે ગભરાઇ ગયો હતો અને મૃતદેહ ત્યાં જ છોડીને બાળકને લઇને રવાના થઇ ગયો હતો.જો કે બાળકનું શું કરવું તે મુદ્દે ખુબ જ ગુંચવાયા બાદ આખરે તે જ્યાં દુધ લેવા માટે જતો હતો ત્યાં બાળકને છોડીને ફરાર થઇ ગયો હતો. ઘરે પોતાના નિયત કાર્યક્રમ અનુસાર ગાડી લઇને યુપી જવા માટે નિકળી ગયો હતો.

પોલીસે કાર રજીસ્ટ્રેશન નંબરના આધારે સમગ્ર મામલો ઉકેલ્યો

જો કે બાળક જ્યારે મળ્યું અને મુદ્દો હાઇપ્રોફાઇલ બન્યો ત્યારે પોલીસે તેના પરિવારને શોધવાનું ચાલુ કર્યું.ગાડીના રજીસ્ટ્રેશનનાં આધારે જ્યારે પોલીસ પહોંચી તો સચિનના પિતા હાજર હતા.તેમણે સચિન યુપી ગયો હોવાની માહિતી આપી હતી.સચિનના પિતા અગાઉ વીડિયો કોનમાં નોકરી કરતા હતા જ્યારે હાલમાં તે ગોદરેજ હોમ એપ્લાઇન્સીસમાં નોકરી કરે છે.જો કે પોલીસને તેના પિતાએ માહિતી આપતા તેના મોબાઇલ નંબરના આધારે ટ્રેક કરીને તેને રાજસ્થાનના કોટામાંથી ઝડપી લીધો હતો.

સચિન વિરુદ્ધ વડોદરામાં હત્યાનો ગુનો દાખલ થશે

હાલ તો સચિન વિરુદ્ધ 317, 302 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.કાલે બપોરે 12 વાગ્યે ગાંધીનગર કોર્ટમાં તેને રજુ કરવામાં આવશે.ત્યાર બાદ હત્યાના ગુના હેઠળ તેને વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં સમગ્ર હત્યાનો કેસ ટ્રાન્સફર કરવામાં આવશે.હાલ તો વડોદરા પોલીસે હિનાનો મૃતદેહ કબ્જે લઇને પોસ્ટમોર્ટમથી માંડીને તમામ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share Now