PSI કેડરની ભરતી માટે ઉમેદવારો 20મી ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકશે

114

ગુજરાતમાં કોરોનાની મહામારીના પરિણામે સરકારી ભરતી પ્રક્રિયા પર અસર પડી હતી.જેના પરિણામે પી.એસ.આઈ કેડરની એપ્રિલ-2021માં લેવામા આવનાર શારીરિક કસોટી મોકુફ રાખવામાં આવી હતી.જોકે હવે કોરોનાની બીજી લહેરની અસર પૂરી થતા ફરીથી ભરતી પ્રક્રિયાઓ શરૂ થઈ છે.જેમાં પી.એસ.આઈની ભરતી માટે અગાઉ જો કોઈ ઉમેદવાર ઓનલાઈન અરજી ન કરી શક્યા હોય તેઓને તક મળે તે હેતુથી નવી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે.આ સાથે જ લોકરક્ષકની ભરતીની જાહેરાત પણ ટૂંક સમયમાં આપવામાં આવશે.

20મી ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકાશે

આ વિશે પોલીસ સબ ઈન્સ્પેક્ટર ભરતી બોર્ડ તરફથી નોટિફિકેશન જારી કરીને સૂચના આપવામાં આવી છે.જેમાં યુવાઓ 5મી ઓક્ટોબરથી 20મી ઓક્ટોબર સુધી પી.એસ.આઈ કેડરની ભરતી માટે OJAS વેબસાઈટ પર અરજી કરી શકશે.જોકે અગાઉ 16 માર્ચ 2021થી 31 માર્ચ 2021 સુધી અરજી કરનારા ઉમેદવારોએ ફરીથી અરજી કરવાની રહેશે નહીં.

22મી ઓક્ટોબર સુધી ફી ભરવાની રહેશે

નોટિફિકેશનમાં વધુમાં કહેવાયું છે કે, 16થી 31 માર્ચ 2021 દરમિયાન ઓનલાઈન અરજી કન્ફર્મ કરનારા જે સામાન્ય વર્ગના ઉમેદવારોની કોઈપણ કારણોસર ફી ભરવાની બાકી હોય તો તેઓ 22 ઓક્ટોબર સુધીમાં પોસ્ટ ઓફિસમાં જઈને અથવા ઓનલાઈન ફી ભરી શકશે.

એપ્રિલમાં યોજાવાની હતી પરીક્ષા

કોરોનાની મહામારીના કારણે પી.એસ.આઈની શારીરિક ભરતી પ્રક્રિયા એપ્રિલ મહિનામાં યોજાવાની હતી.જોકે પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવતા લાંબા સમયથી તે માટે તૈયારી કરી રહેલા ઉમેદવારોને થોડો વધારે સમય મળી રહેશે.જાણકારી મુજબ અંદાજે 4 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના હતા.પી.એસ.આઈ કેડર ભરતી-2021ની વખતો વખતની સુચના માટે ભરતી બોર્ડની વેબસાઇટ https://psirbgujarat2021.in જોતા રહેવાની સલાહ આપવામાં આવેલી છે.

Share Now