18 ટકા GST લાદવાના નિર્ણયને કારણે સુરત કાપડ ઉદ્યોગમાં ભારે નારાજગી, ઉગ્ર આંદોલનના ભણકારા

37

સુરત : હાલમાં જ કોમર્સ મંત્રાલયે કાપડ ઉદ્યોગ માટે જીએસટીના દર 5 ટકાથી વધારીને 12 ટકા કર્યા છે, જેને લઈને કાપડ ઉદ્યોગમાં નારાજગી જોવા મળી રહી છે,ત્યારે ફોગવાએ મિટિંગ યોજી હતી. જેમાં તમામ વીવિંગ સંગઠનોએ આ ફેરફારને આત્મઘાતી પગલું ગણાવ્યું હતું.શહેરના 25 વિવિંગ સંગઠનો આ મામલે પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્ર સરકારના કોમર્મ મંત્રાલયને રજૂઆત પણ કરશે.

જો સરકાર દ્વારા જીએસટી દર ફરીથી 5 ટકા નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ વિવિંગ સંગઠનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાનું કહેવું છે કે ‘જીએસટી, નોટબંધી અને કોરોનામાંથી નિકળીને ટેક્સટાઈલ ઉદ્યોગ ફરી પાટા પર ચડી રહ્યો છે ત્યારે સરકારે આ પગલું ભરતાં ટેક્સટાઈલ ઉદ્યોગ માટે સંકટ ઊભું થયું છે.ફોગવાની મળેલી મિટિંગમાં 25 વિવિંગ સંગઠનોના આગેવાનો મળ્યા હતાં અને સરકારના આ પગલાને વખોડ્યું હતું.

સરકાર દ્વારા આ નિર્ણય પરત લેવામાં આવશે નહીં તો તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે.મહત્વનું છે કે જીએસટીમાં ફેરફારના કારણે એન્ડ પ્રોડક્ટનો ઉપયોગ કરનાર લોકો અને વેપારીઓને નુકસાની જશે.આજે યોજાયેલી મિટિંગમાં ટ્રેડર્સો જોડાયા હતાં અને વિરોધ કર્યો હતો.જીએસટી સ્લેબને ફરી હતો તેમ જ કરવા માટે સરકારને રજૂઆત કરીશું.

Share Now