દારૂના કેસમાં વલસાડ રૂરલ પોલીસના ASIએ 50 હજારની લાંચ માંગી, ખાનગી વ્યક્તિ સ્વીકારતા રંગેહાથ ઝડપાયો

44

– ફરિયાદીના મિત્રની દારૂના કેસમાં એક લાખ રૂપિયા માગી રકઝકના અંતે 50 હજાર નક્કી થયા હતા

વલસાડ : લાંચ સ્વીકારનારા કર્મચારીઓ સામે એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે.વલાસાડમાં દારૂના કેસમાં પકડાયેલા વ્યક્તિ વિરૂદ્ધ પાસાની કાર્યવાહી ન કરવા માટે લાખ રૂપિયા માગ્યા બાદ રકઝકના અંતે 50 હજાર રૂપિયા નક્કી થયા હતાં.એએસઆઈ દ્વારા ખાનગી વ્યક્તિ રામસીંગ જયરામ પાટીલ મારફતે સુરતના સીમાડા નાકા ગણેશ પાન સેન્ટર પાસેથી રૂપિયા લેતા ઝડપાઈ ગયો હતો.જ્યારે એએસઆઈ સતીષભાઇ સયાજીભાઇ સોમવંશી એસીબીના હાથે નથી ઝડપાયો. જેથી તેને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સતીષભાઇ સયાજીભાઇ સોમવંશી, એ.એસ.આઇ. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન,જીલ્લો –વલસાડ,વર્ગ-૩ના અધિકારી છે.તેમણે દારૂના કેસમાં રૂપિયા એક લાખની માગ કરી હતી.જેમાં લાંચના 50 હજાર નક્કી થયા બાદ તે રૂપિયા સુરતના સીમાડા નાકા ગણેશ પાન સેન્ટર કેબીન પાસે સ્વીકારવા આવતાં રામસીંગ જયરામ પાટીલ (ખાનગી વ્યક્તિ) ઝડપાઈ ગયો હતો.આરોપી પાસેથી 50હજાર રૂપિયા લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

ફરીયાદીના મિત્રની દારૂના કેસમાં વલસાડ રૂરલ પોલીસે ધરપકડ કરેલી અને તેના વિરુદ્ધ પાસાની કાર્યવાહી નહિ કરવાનાં અવેજ પેટે કોન્સ્ટેબલે ફરીયાદી સાથે ફોન ઉપર વાતચીત કરી પ્રથમ રૂપિયા-એક લાખની લાંચની માંગણી કરતા રકઝકનાં અંતે કોન્સ્ટેબલે રૂપિયા-50 હજારની લાંચની માંગણી કરી હતી.જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતાં ન હોવાથી એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. ફરીયાદીની ફરીયાદ આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતાં કોન્સ્ટેબલએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી 50 હજારની લાંચની રકમ ખાનગી વ્યક્તિને આપી દેવા જણાવ્યું હતું.સમગ્ર ટ્રેપ આર.કે.સોલંકી, પો.ઇન્સ., સુરત ગ્રામ્ય એસીબી પો.સ્ટે. સુરત તથા એ.સી.બી. સ્ટાફ દ્વારા કરાયું હતું.

Share Now