સુરત GST ડીપાર્ટમેન્ટનો 7 હજાર કરોડનો ટાર્ગેટ : રિકવરીની નોટિસો પણ ઇશ્યુ કરાઈ

88

જીએસટી વિભાગમાં બોગસ બિલિંગના વધી રહેલાં કારભાર બાદ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્પોટ વિઝિટની કામગીરી તેજ કરવામાં આવી છે.ઉપરાંત દરોડાનું પ્રમાણ વધારવામાં આવ્યું છે.વેપારીઓના હિસાબોમાં રહેલા ગોટાળા શોધવા એસેસમેન્ટની કામગીરીનો પણ પ્રારંભ થઈ ગયો છે.સુરતમાં 7 હજાર કરોડના ટાર્ગેટને પહોંચી વળવા માટે હાલ રિકવરીની નોટિસો પણ ઇશ્યુ થઈ રહી છે.આ તમામ કામગીરી જીએસટીની મહિલા કર્મચારીઓ અગ્રેસર છે.કેમકે કુલ સ્ટાફમાં મહિલાઓની સંખ્યા 40 ટકા છે.

એસજીએસટીમાં મહિલાઓ કર્મચારીઓની સંખ્યા અન્ય વિભાગ કરતાં વધુ છે.ઘટક હોય કે જોઇન્ટ કમિશનરની ઓફિસ દરેક જગ્યાએ મહિલા કર્મચારીઓ કામ કરી રહી છે.સ્પોટ વિઝિટ કરવાની હોય કે દરોડા પાડવાના હોય ત્યારે પણ મહિલાઓ આગળ પડતી રહી છે.જોઇન્ટ કમિશનર અતુલ મહેતા કહે છે કે, સ્ટાફમાં અંદાજે 40 ટકા મહિલાઓ છે.જેઓ તપાસથી લઇન વહીવટી કામગીરી કરે છે.નોંધનીય છે કે સુરતમાં બોગસ બિલિંગ કેસ વધી રહ્યા છે અને અનેક કેસમાં મહિલાઓ જ તપાસ કરી રહી છે.

એસજીએસટીમાં કેટલીક મહિલા કર્મચારીઓ એવી પણ છે જે અપડાઉન કરે છે.સુરતની આજુબાજુના વિસ્તારથી આવે છે.કોરોનાકાળમાં પણ આ મહિલા કર્મચારીઓ હાજર રહી હતી.આ ઉપરાંત વહીવટી કામગીરીમાં મહિલાઓ કામગીરી નોંધપાત્ર રહેવા પામી છે.તાજેતરમાં જ ભૂમિ એસોસિએટ્સના એક કેસમાં ડીજીજીઆઇ સામે કરવામાં આવેલી પિટિશનમાં હાઇકોર્ટ જે ગાઇડલાઇન બહાર પાડી હતી તેમાં ઘરે કરાતી તપાસ દરમિયાન એક મહિલા અધિકારીને હાજર રાખવાના આદેશ અપાયા હતા.નોંધનીય છે કે, ડીજીજીઆઇમાં પણ એક મહિલા અધિકારી છે.જો કે, આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગમા એકેય મહિલા કર્મચારી નથી.

Share Now