પાંડેસરાની અન્નપૂર્ણા મિલમાં સબસીડીવાળા યુરીયા ખાતર સપ્લાય કરનારની ધરપકડ

180
  • મીલમાં નોકરી કરતો ઓલપાડના સેગાવ ગામનો યુવાન ખેડૂત હોવાથી સબસીડી વાળું ખાતર ખરીદી મીલમાં વેચાણ કરતો હતો

સુરત : પાંડેસરા જીઆઇડીસીની અન્નપૂર્ણા ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. નામના ટેક્સટાઇલ યુનિટમાં સબસીડી વાળું નીમ કોટેડ યુરીયા ખાતરનો 45 કિલોગ્રામ જથ્થો મળી આવવાના પ્રકરણમાં પોલીસે મીલમાં નોકરી કરનારની ધરપકડ કરી છે.

સુરતના ખેતી અધિકારી કૃપા પ્રવિણ ઘેટીયા અને તેમની ટીમે બાતમીના આધારે પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી અન્નપૂર્ણા ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.નામની મીલમાં દરોડા પાડી કૃભકો કંપની દ્વારા ઉત્પાદિત નીમ કોટેડ યુરીયાની 45 કિલોગ્રામ વજનની ગત જુલાઇ મહિનામાં મેન્યુફેકચર કરવામાં આવેલી 10 બેગ મળી આવી હતી.ઉલ્લેખનીય છે કે કાપડ બનાવવા માટે ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે.પરંતુ અન્નપૂર્ણા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ખેડૂતોને વેચાણ કરવામાં આવતું સબસીડી વાળા ખાતરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.જેથી ખેતી અધિકારીએ નોંધાવેલી ફરીયાદ અંતર્ગત જે તે વખતે મેનેજર નારાયણ અશોપા અને સ્ટોર કીપર મહેશ પટેલની ધરપકડ કરી હતી.બંનેની પૂછપરછમાં સબસીડી વાળું ખાતર મીલમાં નોકરી કરતા અને ખેતીકામ કરતા કાર્તિક હસમુખ પટેલ (ઉ.વ. 40 રહે.નવાપરા મહોલ્લો,સેગવા,તા.ઓલપાડ, જિ. સુરત) ની ધરપકડ કરી છે.ખેડૂત તરીકે કાર્તિક સબસીડી વાળું ખાતર ખરીદી મીલમાં વેચી દેતો હોવાની કબૂલાત કરી છે.

Share Now