સુરત : પલસાણાની સૌમ્યા ડાઇંગ મિલમાં મોડી રાત્રે આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

46

– સુરતમાં પલસાણાની સૌમ્યા ડાઈંગ મીલમાં લાગેલી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવા માટે કુલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે

સુરત : સુરતમાં પલસાણાની સૌમ્યા ડાઈંગ મીલમાં(Saumya dyeing mill )ગત મોડીરાત્રે આગ(Fire) લાગવાની ઘટના સામે આવી છે.જેમાં આ ડાઈંગ મીલમાં આગગેસના બાટલા ફાટવાના કારણે લાગી હતી.જો કે આ આગ મોડી રાત્રે લાગી હોવાથી સદનસીબે મીલમાં કોઇ કામદાર હાજર ન હતા.આ આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.તેમજ આ આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવા માટે કુલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

સુરતના પલસાણામાં આવેલી મિલમાં રાત્રિના સમયે ભીષણ આગ લાગી હતી.સોમીયા પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડ ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી.અંદાજે સવારે 3 વાગ્યાની આસપાસ આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.વહેલી સવારે લાગેલી આગને કારણે ફાયર વિભાગ દોડતું થયું હતું.આગ એટલી ભીષણ હતી કે, મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો હતો.આગ ભીષણ હોવાને કારણે પલસાણા તાલુકા બારડોલી,સચિન,સુરત,બારડોલી,વ્યારા સહિતની ફાયર સ્ટેશનની ગાડીઓ આગ ઉપર કાબૂ મેળવવા પહોંચી હતી.સાથે ખાનગી મોટી કંપનીઓની ઘટનાસ્થળ પર પહોંચી હતી.હાલ આગ પર કાબૂ મેળવી લઈને કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

કાપડ પ્રોસેસિંગની મિલમાં આગ લાગતાની સાથે જ આખે આખી કંપની આગની લપેટમાં આવી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.આગ એટલી વિકરાળ હતી કે, આસપાસની મિલો પણ બંધ કરી દેવામાં આવી હતી.આગની જ્વાળાઓના કારણે આસપાસના યુનિટોને પણ નુકસાન થાય તેવી ભીતિ સેવાઇ રહી હતી.તમામ ફાયર વિભાગની ગાડીઓ ત્યાં પહોંચી ગયા બાદ અંદાજે ચારથી પાંચ કલાકના સમય સુધી સતત આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.પરંતુ આગ એટલી ભીષણ હતી કે, હજી પણ કુલિંગની કામગીરી ચાલુ છે.વહેલી સવારે લાગેલી આગમાં સદનસીબે અત્યાર સુધી કોઇપણ જાનહાનિ થયા હોવાના સમાચાર મળી રહ્યા નથી.

Share Now