પાંચ દિવસમાં 46 ટકા કેસનો ઘટાડો નોંધાયો, પાંચ દિવસમાં 15 દર્દીના મોત થયા

65

કોવિડનો કુલ આંકડો વધીને 1.92 લાખ ઉપર પહોંચ્યો

સુરત શહેરમાં સતત કોરોના પગ પેસારો કરી રહ્યો છે.ગત રોજ 337 કેસના ઘટાડા સાથે એક જ દિવસમાં સુરત 2151 કેસ નોંધાયા હતા.આ સાથે શહેર જિલ્લામાં ચાર દર્દીના મોત થયા હતા.જ્યારે 3696 દર્દી ડિસ્ચાર્જ થયા હતા.સુરત શહેરના રાંદેર ઝોનમાં સૌથી વધુ 420 કેસ નોંધાયા હતા.હાલ શહેર જિલ્લામાં કુલ 23308 એક્ટિવ કેસ છે.અત્રે ઉલ્લેખનિય છે કે,છેલ્લા પાંચ દિવસમાં 3986 કેસથી 46 ટકાનો કેસમાં ઘટાડો થયો છે.જ્યારે આ પાંચ દિવસમાં મોતમાં વધારા થયો છે.છેલ્લા પાંચ દિવસમાં 15 દર્દીના મોત થયા છે.

વધુ 38 વિદ્યાર્થીઓ પોઝિટિવ

કુલ 38 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.જે પૈકી સેવંથ ડે શાળા,શારદાયતન શાળા,ડી આર બી કોલેજ,જેએચ અંબાણી શાળા,વિનતા વિશ્રામ,ભૂલકા વિહાર,એલ પી સવાણી,જીવન ભારતી,એલ ડી શાળા-સચીન,ભગવાન મહાવીર કોલેજ,ગજરેા શાળા,પી આર ખાટીવલા,એલ એચ બોઘરા અને વિદ્યાકુંજ શાળાના વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા.

ડોક્ટર, વકીલ, શિક્ષક સહિત અનેક પોઝિટિવ
પોઝિટિવ આવેલા લોકોમાં અલગ અલગ નોકરી ધંધો અને કામકાજ કરતા લોકોનો સમાવેશ થાય છે.રવિવારે ટેકસટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા 11 અને ડાયમંડ માર્કેટ સાથે સંકળાયેલા 5 લોકો પણ પોઝિટિવ આવ્યા હતા.આ ઉપરાંત શિક્ષકો,નર્સ,મેડિકલ ઓફિસર,બેન્ક મેનેજર,વેપારીઓ,ટ્રાફિક માર્શલ,એન્જિનિયર,વકીલ,ડોક્ટર,ડિઝાઈનર,જવેલરી શોપમાં કામ કરનાર અને ખેડૂત સહિત અનેક લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.પોઝિટિવ આવેલા લોકો પૈકી 1097 લોકો ફુલ્લિ વેક્સિનેટેડ છે.જ્યારે 13 લોકોએ ફક્ત 1 ડોઝ લીધો છે.34 લોકો રસી લેવા એલિજીબલ ન હતા જ્યારે 16 લોકોએ વેક્સિન લીધી જ ન હતી.

બે સોસાયટીઓ ક્લસ્ટર જાહેર કરાઈ
પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી 6 વ્યક્તિઓ કતારગામ ઝોનના વેડ રોડ વિસ્તારના ત્રિલોક નગરમાં નોંધાયેલ હોય તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે.પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી 7 વ્યક્તિઓ વરાછા ઝોન-બીના લસકાણા વિસ્તારના વિપુલ નગરમાં નોંધાયેલ હોય તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે.

Share Now