નેતાજીએ અંગ્રેજોને કહ્યું હતું,હું ક્યારેય સ્વતંત્રતાની ભીખ નહીં માંગુ : PM મોદી

74

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમાનું ઈન્ડિયા ગેટ પર અનાવરણ કરાયું

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નવી દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.પ્રતિમાના અનાવરણ કાર્યક્રમ પર વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે નેતાજીએ અંગ્રેજોને કહ્યું હતું કે હું સ્વતંત્રતાની ભીખ સ્વીકારીશ નહીં.તેમણે અંગ્રેજો સામે નમવાનો ઈનકાર કરી દીધો હતો.

પીએમ મોદીએ જણાવ્યું કે,જેમણે આપણે સ્વાધીન અને સંપ્રભુ ભારતનો વિશ્વાસ અપાવ્યો હતો,જેમણે ખૂબ ગર્વ, આત્મવિશ્વાસ અને સાહસ સાથે અંગ્રેજો સામે સ્વતંત્રાને ભીખમાં નહીં સ્વીકારવાનું જણાવ્યું હતું તેવા સ્વતંત્રાના મહાનાયકને રાષ્ટ્રએ કૃતજ્ઞપૂર્વક શ્રદ્ધાંજલિ આપી છે.નેતાજી સુભાષ ચંદ્રની આ પ્રતિમા આપણી લોકશાહી સંસ્થાઓ ,પેઢીઓને રાષ્ટ્રીય કર્તવ્ય સમજાવશે.આગામી અને વર્તમાન પેઢીને સતત પ્રેરણા આપશે.

સુભાષચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરતા વડાપ્રધાને જણાવ્યું કે ટૂકં સમયમાં જ નેતાજીની પ્રતિમાને ગ્રેનાઈટની પ્રતિમાંથી બદલવામાં આવશે.નેતાજીની પ્રતિમા દેશના લોકશાહી મૂલ્યો અને આગામી પેઢીને પ્રેરિત કરશે.વડાપ્રધાને જણાવ્યું કે,ભારત માતાના વીર સૂપત નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતી પર હું સમગ્ર દેશ વતી તેમને કોટિ-કોટિ નમન કરું છું.આ દિવસ ઐતિહાસિક છે,કાળ પણ ઐતિહાસિક છે અને જ્યાં આપણે સૌ એકત્ર થયા છીએ તે સ્થળ પણ ઐતિહાસિક છે.

આઝાદીના અમૃત મહોત્સવનો સંકલ્પ છે કે ભારત પોતાની ઓળખ અને પ્રેરણાઓને પુર્નજીવિત કરશે.પીએમના મતે આઝાદી બાદ દેશની સંસ્કૃતિ અને તેના સંસ્કારો સાથે મહાન વ્યક્તિઓના યોગદાનને ભૂંસી નાંખવાનું કામ થયું છે.

Share Now